ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં પ્લેન ક્રેશ થયાની ઘટનામાં 18 લોકોના મૃત્યુ

Text To Speech
  • રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાનગી એરલાઇન કંપનીનું વિમાન ટેકઓફ કરતી વખતે થયું હતું ક્રેશ
  • 19 લોકો સવાર હતા
  • પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું

કાઠમંડુ, 24 જુલાઈ : નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બુધવારે સવારે એક ખાનગી એરલાઇન કંપનીનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં 19 લોકો સવાર હતા. જેમાંથી 18 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન પોખરા જઈ રહ્યું હતું અને લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું. એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.

દુર્ઘટના બાદ સામે આવી રહેલી તસવીરોમાં પ્લેન આગની જ્વાળાઓમાં ઘેરાયેલું જોઈ શકાય છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.

કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. દરમિયાન, TIAના પ્રવક્તા સુભાષ ઝાએ કહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ગાઢ ધુમાડો જોવા મળી રહ્યો છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત: યાત્રાધામ અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈ ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો

Back to top button