ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

લોકશાહીનો જય હો! ભાજપના 18 ધારાસભ્યો વિધાનસભામાંથી છ મહિના માટે સસ્પેન્ડ

Text To Speech

નવી દિલ્હી, તા. 21 માર્ચ, 2025: કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુદ્દે શુક્રવારે ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ આ બિલની નકલ ફાડીને વિધાનસભા અધ્યક્ષ તરફ ફેંકી હતી. આનાથી વિધાનસભા અધ્યક્ષ યુટી ખાદર ગુસ્સે થયા હતા. તેમણે માર્શલોને બોલાવ્યા અને  ભાજપ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. માર્શલો ભાજપના ધારાસભ્યોને ઉંચકીને બહાર લઈ ગયા હતા. ભાજપના 18 ધારાસભ્યોને 6 મહિના માટે વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

કર્ણાટક વિધાનસભામાં હંગામો કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા 18 ભાજપના ધારાસભ્યોમાં દોડ્ડાનાગૌડા પાટિલ, અશ્વથ નારાયણ અને મુનિરત્નનો સમાવેશ થાય છે. ગૃહમાં કાર્યવાહી દરમિયાન, વિપક્ષ ભાજપ અને જનતા દળ (એસ) ના સભ્યોએ એક પ્રધાન અને અન્ય રાજકારણીઓ સાથે સંકળાયેલા કથિત ‘હની-ટ્રેપ’ કેસમાં હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી હતી.

ભાજપના ધારાસભ્યોના હોબાળા વચ્ચે, સરકારે મુખ્યપ્રધાન, પ્રધાનો અને ધારાસભ્યોના પગારમાં 100 ટકા વધારો કરવાનો બિલ પસાર કર્યું હતું. આ બિલ કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચકે પાટીલે રજૂ કર્યું હતું. આ પછી, મુખ્યપ્રધાનનો પગાર 75 હજાર રૂપિયાથી વધીને 1.50 લાખ રૂપિયા પ્રતિ માસ થશે. વિધાન પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષનો પગાર દર મહિને 75 હજાર રૂપિયાથી વધીને 1.25 લાખ રૂપિયા થશે.

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચારનો ભોરિંગ ક્યારે અટકશે? ગાંધીનગરમાંથી RTO ઈન્સ્પેક્ટર, નખત્રાણામાં મહિલા તલાટી મંત્રી ACBની ઝપટે ચડ્યા

Back to top button