નડીયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ, 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયુ
- દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો
- ભારે વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે
- જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું
નડીયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ, 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયુ છે. જેમાં નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ
ભારે વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે
શહેરના નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 50થી વધુ પરિવારોએ સ્થળાંતરની શરૂઆત કરી છે. ત્યારે અવિરત વરસાદને પગલે મુલેશ્વર તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાતના 12 વાગ્યા બાદથી શરુ થયેલા વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો
આણંદના બોરસદમા સતત ધોધમાર વરસાદને પગલે શહેરની 150 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ભોંયરાવાળી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આણંદના ખંભાતના ઉંદેલના સોનારિયા વિસ્તારમાંથી 120 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ અને 60થી વધુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મનીષભાઈ અને ઉંદેલના સરપંચ નવીનસિંહ સોલંકી દ્વારા લોકોને જહાંગીરપૂર પ્રાથમિક શાળા તેમજ અન્ય સલામત સ્થળોએ નાગરિકોને મોકલવામાં આવ્યા છે.