રાજકોટમાં કારખાનેદાર સાથે રૂ.18.88 કરોડની ઠગાઈ
રાજકોટ શહેર નજીક કોઠારિયા રોડ ઉપર ખોખડદળ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં સબમર્શિબલ પમ્પ બનાવવાની ફેકટરી ધરાવતા કારખાનેદાર સાથે પરપ્રાંતિય ચિટર ગેંગે આસામ સરકારના નામે ઓનલાઈન ઓર્ડર આપી મળવા બોલાવી ફ્રોડ ડોકયુમેન્ટ રજૂ કરીને સબમર્શિબલ પમ્પ મળીને સિકયુરિટી ડિપોઝીટ પેટે રોકડ રકમ મેળવી 18,88,75000ની ઠગાઈ આચરીનો આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
વેપારી ભાઈઓ સાથે કરોડોની ડિલની વાત કરી હતી
મળતી માહિતી મુજબ, રાજકોટના ખોખડદળ ગામે રહેતા અને ત્યાં જ કારખાનું ધરાવતા આશિષ ધિરજલાલ દેસાઈ (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ માસ પહેલા મનિષ વિશ્વકર્મા નામના શખસે તેમના ભાઈ સતિષનો વોટસએપ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને માતક ઓટો નોમન્સ કાઉન્સિલ આસામ નામના બોગસ લેટર સેન્ડ કરીને સરકારની એજન્સી દ્વારા 162 કરોડના 65 હજાર સબમર્શિબલ પમ્પ ખરીદ કરવાના હોવાની વાત કરી હતી. જેથી ભાઈ સતિષે વિશ્વવાસ દાખવી મોટો ઓર્ડર મળતો હોવાની લાલસાએ મનિષ સાથે સંપર્ક વધાર્યો હતો. મનિષે આ ઓર્ડર ગવર્નમેન્ટ સાથે નક્કી કરાવી દેવા માટે 3 ટકા ચાર્જ માગ્યો હતો.
કુલ 6 શખસોએ વેપારીને જાળમાં ફસાવ્યા
વાતચીત આગળ વધ્યા બાદ આશિષ અને તેનો મિત્ર મળવા ગોવાહાટી ફલાઈટ મારફતે પહોંચ્યા હતા. ત્યાં તેને ગીરીનંદા નામના શખસ સાથે પરિચય કરાવી હોટલમાં મિટિંગ કરાવી હતી. આમ મીટિંગ બાદ ઓર્ડર નક્કી થયો હતો. દરમિયાન છેલ્લા પાંચ માસ દરમિયાન સબમર્શિબલ પમ્પ ક્ધસલટન્સી ચાર્જ અને અલગ અલગ એડવાન્સ રકમ સિકયુરિટી ડિપોઝીટ પેટે અને સબમર્શિબલ પમ્પ મળી કુલ રૂ.18.88 કરોડની રકમ આરોપીઓએ મેળવી લીધી હતી. સમગ્ર કૌભાંડમાં ભોપાલના મનિષ સુરેશલાલ વિશ્વકર્મા સાથે ગાઝિયાબાદમાં રાજનગર વિસ્તાર ગુલમહોર ગાર્ડનમાં રહેતા સમરીત સેલાની તન્સર, અલ્હાબાદના હાપુડના પવનકુમાર ઈન્દ્રજીત શર્મા આસામના ઉદલગીરીના ગીરીનંદા, પાર્થ ભારદ્વાજ તથા ખરગેશ્વવર ભુયાન નામના શખસોએ મળી બેન્ક એકાઉન્ટ, ઓનલાઈન તેમજ ઓફલાઈન બધા જ નાણા મેળવ્યા હતા. સબમર્શિબલ પમ્પતો માત્ર વાત જ હતી પરંતુ આ બહાને આસામ ગવર્નમેન્ટના નામે કરોડોનું ચિટિંગ કરાયું હતું. ચિટર ગેંગે ફેકટરીધારકને રજૂ કરેલા ડોકયુમેન્ટમાં ભારતના રાજ્ય પ્રતિકના લોગો સહિતનો દૂરઉપયોગ કરાયો હતોનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.