અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે કહી 1,75,84,000 ખંખેર્યા

અમદાવાદ  20 જુલાઈ 2024 : સુરતના એક વ્યક્તિએ અમદાવાદમાં રહેતા વેપારી સાથે ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે તેવું બહાનું કાઢીને 1,75,84,000/- જેટલી રકમની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે મુખ્ય આરોપી ફરાર છે જેને પકડવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.

 

વિશ્વાસ અને ભરોસો કેળવી રોકાણ કરાવ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ dysp એ પત્રકાર પરિષદને સંબોધન કરી જણાવ્યું હતું કે ડ્રાયફ્રુટના ધંધાના નામે પૈસા લૂંટવા વાળા આરોપીઓની આર્થિક ગુના નિવા૨ણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફરીયાદી પાસેથી પોતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ હોવાની હકીકત જણાવી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી પોતાના એમ.ડી.એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કે જેનું ગોડાઉન કઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે આવેલું છે તેવું જણાવ્યું હતું ત્યારે તેના સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી પોતાની ફર્મમાં રોકાણ કરશો તો ટુંકાગાળામાં સારૂ વળતર મળશે તેવું ભોગ બનનારને જણાવ્યું હતું. જ્યારે આરોપીની વાતમાં આવીને ભોગ બનનાર વ્યક્તિ 1,75,84,000/- જેટલી મોટી રકમ આરોપીને આપી હતી. હાલમાં મુખ્ય આરોપી ફરાર છે અને અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય આરોપીના સાસુ સાળાની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક પૂછપરછ મળતી માહિતી મુજબ પકડાયેલો આરોપી મુખ્ય આરોપીના સબંધમાં સાસુ અને સાળો થાય છે. પકડાયેલો આરોપી પૈકી પાર્થ કનુભાઈ મિસ્ત્રી જે એસ.જી.હાઈવે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલ કન્સ્ટ્રકશન સાઈટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે અને તેની માતા હંસાબેન કનુભાઈ મિસ્ત્રી ઘરકામ કરે છે. ત્યારે આ કામના પકડાયેલ આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલા રૂપીયા ગુનાના સહ આરોપી નિકિતાબેન દીપેશભાઈ મકવાણાના બેંકના ખાતામાં તથા પાર્થ કનુભાઈ મિસ્ત્રીના બેંકના ખાતામાંથી રૂપિયા 1,31,000/- તથા તથા હંસાબેન કનુભાઈ મિસ્ત્રીના બેંકના ખાતામાંથી રૂ.33000 મળી કુલ રૂપિયા 1,64,000 યુપીઆઈ પેમેન્ટથી આપ્યા હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે. જોકે બન્ને આરોપીઓની પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ આર્થિક ગુના નિવા૨ણ શાખા ચલાવી રહી છે.

આ પણ વાંચો : વડોદરામાં ફાયર બ્રિગેડનું ટેન્કર પલટી ખાઈ ગયું, એક યુવતી માંડ માંડ બચી

Back to top button