ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ભુજ ખાતે યોજાયેલી જિલ્લાની દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં 125 કેસોની કરાઈ સ્થળ પર સુનાવણી

Text To Speech

ભુજ, 25 જાન્યુઆરી : ભુજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનર વી.જે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વી.જે.રાજપૂતે દિવ્યાંગજનોને તેમના હક્કો વિશે અવગત કરાવતાં કહ્યું હતું કે, દિવ્યાંગજનોને તેમની ફરિયાદ સંદર્ભે તેમનાં ઘરઆંગણે ન્યાય મળી શકે અને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનોના પ્રશ્ન જેવા કે, દિવ્યાંગ પ્રમાણપત્ર, રેશન કાર્ડને લગતા પ્રશ્નો, ધંધા – રોજગારને લગતા પ્રશ્નો, રહેઠાણ પ્લોટ અને મકાનના પ્રશ્નો તેમજ સુગમ્ય ભારત અંતર્ગત વિવિધ સરકારી તેમજ જાહેર સ્થળોની સુગમ્યતાને લગતા પ્રશ્નો અને વિવિધ યોજનાઓના લાભોને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ મોબાઈલ કોર્ટ તરફથી તમામ રજૂઆતો સાંભળી 171 કેસોમાંથી 125 કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે બાકી રહેલા કેસને વધુ સુનાવણી માટે મુલતવી રાખવામાં આવ્યા હતા.

આ મોબાઈલ કોર્ટમાં નાયબ કમિશનર એચ. એચ. ઠેબા, કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઈ, લીગલ એડવાઈઝર પ્રકાશ રાવલ તેમજ સરકારના વિવિધ ખાતાઓના સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : માજી સૈનિકો સીધી ભરતીમાં નિવૃતિના એક વર્ષ પહેલા કરી શકશે ઉમેદવારી, પરિપત્ર જાહેર

Back to top button