ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 170 ફ્લાઈટ પ્રભાવિત, 20 ટ્રેનો થઈ મોડી

Text To Speech
  • રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ધુમ્મસની લપેટમાં
  • ટ્રેનો અને ફ્લાઈટ્સ ખોરવાઇ જતા મુસાફરોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો

નવી દિલ્હી, 17 જાન્યુઆરી : રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ધુમ્મસની લપેટમાં છે. આ કારણે ટ્રેન અને હવાઈ સેવાઓ પર તેની ખરાબ અસર પડી છે. લગભગ તમામ ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. દિલ્હી એરપોર્ટ પરથી લગભગ 170 ફ્લાઈટ્સ ગાઢ ધુમ્મસને કારણે પ્રભાવિત થઈ છે, જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે અને 20 ટ્રેનો પણ મોડી દોડી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને તેમની ફ્લાઇટ માટે એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડે છે. દેશના ઘણા ભાગોમાં ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ પણ કરવામાં આવી છે.

 

ટ્રેન મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

એટલું જ નહીં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનો ચાલી રહી છે અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 20 ટ્રેનો મોડી પહોંચી છે. આ માટે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

53 ફ્લાઈટ રદ કરવામાં આવી

દિલ્હી એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, ધુમ્મસના કારણે લગભગ 53 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે અથવા તો ઓપરેટ કરવામાં આવી રહી નથી. આમાં 21 સ્થાનિક આગમન, 16 સ્થાનિક પ્રસ્થાન, 13 આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન અને 3 આંતરરાષ્ટ્રીય આગમનનો સમાવેશ થાય છે.

 

આ પણ જુઓ :ગુજરાતમાં ઠંડી વધી, રાજ્યનું સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ

Back to top button