સીમા-અંજુને ફેમસ થતી જોઈ 17 વર્ષીય સગીરા એરપોર્ટ પહોંચી, માંગી પાકિસ્તાનની ટિકિટ
- સીમા-અંજુને ફેમસ થતાં જોઈ સગીરાને આવ્યો વિચાર.
- ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ પાકિસ્તાન જવા માટે.
- એરપોર્ટ પર પાકિસ્તાનની ટિકિટ માંગતાં પકડાઈ સગીરા.
રાજસ્થાનમાં CRPF પોલીસે જયપુર એરપોર્ટ પરથી સગીર યુવતીને પકડી હતી. તે પાકિસ્તાન જવા માટે ટિકિટ માંગી રહી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે એક પછી એક જુઠ્ઠાણા બોલતી રહી. પહેલા તેણે કહ્યું કે તે પાકિસ્તાનની રહેવાસી છે અને પોતાના ઘરે પરત જઈ રહી છે. બાદમાં કહ્યું કે તે તેના બોયફ્રેન્ડને મળવા જઈ રહી છે. પરંતુ અંતે યુવતીએ જે કહ્યું તે જોઈને પોલીસવાળા પણ ચોંકી ગયા.
રાજસ્થાનની યુવતી પહોંચી એરપોર્ટ:
એક સગીર યુવતી પાકિસ્તાન જવા માટે શુક્રવારે જયપુર એરપોર્ટ પર પહોંચી હતી. તેણીએ ટિકિટ કાઉન્ટર પર જઈ કહ્યું કે તેને પાકિસ્તાન જવું છે. આ સાંભળીને એરપોર્ટ સ્ટાફે સીઆરપીએફ પોલીસને જાણ કરી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાનની છે અને તેના દેશ પરત જવા માંગે છે. જ્યારે તપાસ કરવામાં આવી તો મામલો કંઈક બીજો જ નીકળ્યો.
પાકિસ્તાન જવા પાછળનું કારણ શું?
ખરેખર, 17 વર્ષની સગીર છોકરી પોલીસને બનાવેલી વાર્તા કહી રહી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાનની રહેવાસી છે અને ત્રણ વર્ષ પહેલા તેની કાકી તેને પોતાની સાથે માધોપુર લઈ આવી હતી. પરંતુ જ્યારે તેની કાકી સાથે ઝઘડો થયો ત્યારે તે પાકિસ્તાન પરત જવા માંગતી હતી. જ્યારે પોલીસને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો તો તેમણે તેની ફરી પૂછપરછ કરી, ત્યારે યુવતીએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ પાકિસ્તાનમાં રહે છે. તે તેને મળવા પાકિસ્તાન જતી હતી. આ જ શખ્સે તેને ટિકિટ કેવી રીતે લેવી અને એરપોર્ટ કાઉન્ટર પર શું વાત કરવી તે જણાવ્યું હતું. પરંતુ જ્યારે પોલીસને તેની આ વાત પર પણ શંકા ગઈ તો તેઓએ યુવતીના પરિવારજનોને શોધવાનું શરૂ કર્યું.
યુવતીએ લોકપ્રિયતા માટે આ બધું કર્યું:
જાણવા મળ્યું છે કે યુવતી સીકર જિલ્લાના રતનપુરા ગામની રહેવાસી છે. ત્યાર બાદ તરત જ તેના સંબંધીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પછી યુવતીએ જે કહ્યું તેનાથી પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનીએ કહ્યું કે તે સીમા અને અંજુના કેસથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી. તેણીએ જોયું કે આખો દેશ સીમા અને અંજુ વિશે જાણે છે, તેમને ઓળખે છે. તેથી જ તેણીએ લોકપ્રિયતા મેળવવા માટે આ ડ્રામો કર્યો હતો, આ 17 વર્ષીય સગીરા સીમા-અંજુની જેમ તે પણ પ્રખ્યાત થવા માંગતી હતી.
પોલીસની તપાસ ચાલું:
હાલ પોલીસે સગીર યુવતીની પૂછપરછ કરી રહી છે. આ વખતે પણ તે સાચું બોલી રહી છે કે ખોટું બોલી રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનથી આવેલી સીમાનો પ્રેમી ઘરેથી થયો ગાયબ, સીમાને ડિટેન્શન સેન્ટર મોકલવાની શક્યતા