અમેરિકા બાદ હવે જાપાનમાં હિમવર્ષાથી તબાહી, 17 લોકોના મોત, 93 ઘાયલ
જાપાનમાં ભારે હિમવર્ષાના કારણે 17 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. આગ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, જાપાનમાં છેલ્લા અઠવાડિયાથી ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, સેંકડો વાહનો હાઇવે પર ફસાયા છે, પુરવઠામાં વિલંબ થઈ રહ્યો છે.
હિમવર્ષાને કારણે 11 લોકોના મોત
એજન્સી અનુસાર, શનિવાર સુધી અલગ-અલગ ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. ક્રિસમસ સપ્તાહના અંતે વધુ હિમવર્ષાને કારણે સોમવારે સવાર સુધીમાં મૃત્યુઆંક 17 અને 93 ઘાયલ થયા છે. આમાંના ઘણા લોકો છત પરથી બરફ સાફ કરતી વખતે પડી ગયા હતા અથવા છત પરથી પડતા બરફના વિશાળ ઢગલા નીચે દટાઈ ગયા હતા. હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારોમાં મ્યુનિસિપલ ઓફિસોએ લોકોને બરફ સાફ કરતી વખતે સાવચેત રહેવા અને એકલા કામ ન કરવા વિનંતી કરી છે.
નિગાતા ચોખાની ખેતી માટે જાણીતું છે. ત્યાં જાપાની રાઇસ કેક મોચી બનાવતા કેટલાક લોકોએ જણાવ્યું કે નવા વર્ષ દરમિયાન તેનું વેચાણ વધારે છે, પરંતુ હવે તેની સપ્લાયમાં સમસ્યા છે.
આ પણ વાંચો: અમેરિકામાં બરફના તોફાને મચાવી તબાહી, 38 લોકોના મોત
અમેરિકામાં પણ બેકાબૂ સ્થિતિ
અમેરિકામાં બરફના તોફાનના કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે, જ્યારે ઘણી જગ્યાએ હિમવર્ષામાં ફસાયેલા લોકોના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. વીજ પુરવઠો ખોરવાને કારણે અનેક વિસ્તારોમાં મકાનો અને વ્યાપારી સંસ્થાઓની લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ પથરાઈ ગયો છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને ઈલેક્ટ્રીક વાયરને પણ નુકસાન થયું છે.
તોફાનના કારણે કેનેડા નજીકના ગ્રેટ લેક્સથી લઈને મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. નેશનલ વેધર સર્વિસ મુજબ યુએસની લગભગ 60 ટકા વસ્તી હવામાન સલાહ અથવા ચેતવણી હેઠળ છે અને રોકી પર્વતોની પૂર્વથી એપાલાચિયન સુધીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે ગયું છે.