અમદાવાદગુજરાત

માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17થી વધુ દર્દીઓને આડઅસર થઈ

Text To Speech

અમદાવાદ, 16 જાન્યુઆરી 2024, જિલ્લાના માંડલ તાલુકામાં આંખની હોસ્પિટલમાં ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17થી વધુ દર્દીઓને આડઅસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી.આ તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. તે ઉપરાંત 5થી વધુ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. ગત મોડી સાંજે 5થી 8ના સમયગાળામાં દર્દીઓને દાખલ કરાયા હતા.

ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ
માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ છે. 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી. 5થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓને આંખે દેખાતુ નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. સિવિલ હોસ્પીટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા છે.તબીબોના મત અનુસાર મોતીયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાંના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે.તમામ દર્દીઓને ઓપરેશન બાદ એક જ આંખમાં રોશનીની અસર થઈ છે. સારવાર બાદ સમાન્ય દ્રષ્ટિ થવાની શક્યતાહોવાનું તબીબોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં કાલે પાંચ દર્દીઓને લવાયા હતા
આ ઘટનાની જાણ થતા જ ગાંધીનગર આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખના ઓપરેશન થતા હોય છે. અમદાવાદમાં કાલે પાંચ દર્દીઓને લવાયા હતા. હોસ્પિટલમાંથી અમને આ ઘટના બની હોવાની જાણ કરાઈ હતી. ગઈકાલે જ અમે ડોક્ટર અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. અન્ય 12 દર્દીઓ પણ ત્યા સારવાર માટે દાખલ કરાયા છે. હાલ રેટેના સ્પેશ્યાલિસ્ટ, આખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં મોકલી દીધા છે. પ્રાથમિક તારણ માટે ટીમ આજે ત્યાં મોકલી દેવાઈ છે. ઈંફેક્શન લાગવાનુ કોઈ કારણ હોઈ શકે છે, છતા રીપોર્ટ પર આધાર છે.

આ પણ વાંચોઃપતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા કરંટ લાગ્યો, ફાયરના કર્મીનું કરુણ મૃત્યુ

Back to top button