ગાંધીનગર, 25 જાન્યુઆરી : 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને સેવા મેડલોની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ જ્યારે ૧૫ પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ગુજરાત સહિત દેશભરમાં ૨૬ જાન્યુઆરી એટલે કે આવતીકાલે ૭૫માં પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેઓને મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે. જ્યારે ૧૫ પોલીસ અધિકારી કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવશે. જે બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે, તે ડીવાયએસપી શશી ભૂષણ શાહ અને એએસઆઈ પ્રદીપ મોઘે છે.
જ્યારે કે, અમદાવાદ રેન્જના પ્રેમવીર સિંહ, અમદાવાદ શહેર ટ્રાફિકના એડી. કમિશનર નરેન્દ્ર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ભગીરથસિંહ ગોહિલ, એએસઆઈ જાલુભાઈ દેસાઈ, એએસઆઈ જયેશભાઈ પટેલ, એએસઆઈ શૈલેષકુમાર દુબેને મેડલ એનાયત, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દિલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અલતાફ પઠાણ, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અભેસિંહભાઈ રાઠવા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયા, પીએસઆઈ કમલેશભાઈ ચાવડાને મેડલ એનાયત, પીએસઆઈ યોગેન્દ્રસિંહ ચાવડાને મેડલ એનાયત, પીએસઆઈ શૈલેષ કુમાર પટેલને મેડલ એનાયત કરવામાં આવ્યું છે.