નેશનલ

જમ્મુ-પઠાણકોટ નેશન હાઈવે પર માર્ગ અકસ્માત 17 ઘાયલ, 3ના મોત

Text To Speech

જમ્મુ-પઠાનકોટ નેશનલ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં સાંબા જીલ્લાની એક યાત્રીઓથી ભરેલી બસ બીજી યાત્રી બસ સાથે અથડાતા માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોમાં 7 લોકોની હાલત ખુબ ગંભીર છે. મળતી માહિતી મુજબ આ બંન્ને બસો(JK02AP/5059 અને UP14FT/3267) કઠુઆ તરફ જઈ રહી હતી.

સાંબા પોલીસે જણાવ્યું છે કે, જમ્મુના કઠુઆ માટેની સ્થાનિક બસ અને જમ્મુ થી હરિદ્વાર માટેની એક અન્ય બસ વચ્ચે અથડામણ થતા આ અકસ્માત થયો છે. સાંબા શહેર નજીક જમ્મુ-પઠાનકોટ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચીચી માતા મંદિર નજીક આ અસ્ક્માત સર્જાયો છે. આ અસ્કમાતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જમ્મુના સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.

મૃતકોમા એક બાળકીનો પણ સમાવેશ

મૃતકોની ઓળખ સંબના રહેવાસી કસુરી લાલ રાજપુરા બાટાલા પંજાબની રહેવાસી મહિલા માંગી દેવી, બાટાલા પંજાબની રહેવાસી બાળકી તાનિયા તરીકે થઈ છે. અથડામણ એટલી જોરદાર હતી કે ઉતરપ્રદેશ જતી બસના ફુરચા ઉડી ગયા.

આ પણ વાંચો : આખરે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

જમ્મુ થી હરિદ્વાર જતી બસ જયારે નાનકેચક પાસે પહોચી ત્યારે બસ ચાલકે ગતિ ઘીમી કરી હતી ત્યાં પાછળથી ઝડપી રફતારે આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ બસે તેને ટકક મારી દીઘી.

મૃતકોના પરિવારોને મળશે 1-1 લાખ

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી લગભગ 18 ઘાયલોને સાંબા જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ તરત જ ડેપ્યુટી કમિશનર સાંબા અનુરાધા ગુપ્તા સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘાયલોના હાલચાલ જાળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જીલ્લા કમિશ્નર સાંબાએ અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોને એક-એક લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર અને નાના ઈજાગ્રસ્તોને 10 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Back to top button