ગુજરાતમાં 163 હિસાબનીશ અધિકારીને મળી બઢતી, જૂઓ લિસ્ટ
અમદાવાદ, તા. 1 જાન્યુઆરી, 2025ઃ ગુજરાતમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 સંવર્ગની જગ્યા ઉપર ફરજો બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાની હિસાબી અધિકારી, વર્ગ-2 સંવર્ગની જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક આપવામાં આવી હતી.
હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 (પગાર ધોરણ રૂ. 39,900 – 1,26,000, પે મેટ્રીકલ લેવલ – 7) સંવર્ગની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી, વર્ગ-2 (પગાર ધોરણ રૂ. 44,900 – 1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8) સંવર્ગની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી.
163 હિસાબનીશ અધિકારીને મળેલી બઢતીનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરોઃ Promotion Order in AO II
આ પહેલાં તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વધુ ૨૪૦ એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી હતી. ગત વર્ષે પી.એસ.આઇ થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો હતો. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા હતો.
જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ગત વર્ષે કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા હતા.
વર્ષ-૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઇને પી.આઇ, ૩૯૭ એ.એસ.આઇને પી.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો.