ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં જાણો કેટલા રાજકીય પક્ષોના ઉમેદવાર ઉતરશે મેદાનમાં

Text To Speech

વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 30 મહિલાઓ તેમજ બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે.

પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડશે

રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

BJP

બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણીમાં

બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. 29 રાજકીય પક્ષોએ બન્ને તબક્કામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણીમાં છે.

Back to top button