ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઇંચ

Text To Speech
  • 12 તાલુકામાં બે ઈંચથી વધુ અને 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
  • આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

અમદાવાદ, 10 જુલાઈ : રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો.

પાંચ તાલુકામાં ચાર ઇંચ વરસાદ

આ ઉપરાંત વંથલી, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં 4 ઇંચ, સાબરકાંઠાના ભાભરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઢી, મેંદરડા અને તલાલામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 12 તાલુકામાં બે ઈંચથી વધુ અને 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોલેરાનો કહેર, ત્રણ મહિનામાં 60 કેસ સાથે 3 લોકોનાં મૃત્યુ થયા

આજે ઘણા જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારથી શનિવાર સુધીમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અહીં પણ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘140 કરોડ ભારતીયોના સપના પૂરા કરવા માટે હું પૂરી તાકાત લગાવી દઈશ’, કોચ બન્યા બાદ ગંભીરનું પ્રથમ નિવેદન

Back to top button