

દેશમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાતું જાય છે. રોજેરોજ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો ભારતમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 15,549 લોકો કોવિડ-19થી સાજા પણ થયા છે.
કોરોના અને સ્વાઇન ફ્લુનો કહેર
તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાનો કેર તો યથાવત જ છે. 08 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. સાથે જ સ્વાઇન ફ્લુ નામનું નવું સંકટ ઘેરાઈ રહ્યું છે. તેમજ ચોમાસામાં રોગચાળોએ પણ માથું ઉચક્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્વાઇન ફ્લુની વાત કરીએ તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 32 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.