ગુજરાતટોપ ન્યૂઝ

નારી શક્તિનો ઉત્તમ દાખલો જાફરાબાદની 160 મહિલાઓએ આપ્યો

Text To Speech

નારી શક્તિનો ઉત્તમ દાખલો જાફરાબાદની 160 મહિલાઓએ આપ્યો છે. જેમાં જાફરાબાદની 160 મહિલાએ 6 માસમાં 6 લાખ ફાળો એકત્ર કરી જાતે પુલ બનાવ્યો છે. તેમાં સિકોતર માતાજી મંદિરે પહોંચવામાં સર્જાતી સમસ્યા જાતે ઉકેલી છે. જેમાં ચૈત્રી નવરાત્રીમાં નારીશક્તિએ સર્જી અનેરી મિશાલ.

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યા વધી

દરિયાકાંઠે સાંકડો રસ્તો અને મસમોટો ખાડો

કોળી સમાજ આ માતાજીમાં ખૂબ આસ્થા ધરાવે છે. સામાન્ય રીતે રોડ કે નાનો પૂલને મંજૂર કરવા માટે સરકારમાં રજૂઆત કરવી પડે તેની મંજૂરી મળે તેની ટેન્ડરિંગ પ્રક્રિયા થાય અને બાદમાં પુલ બને આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ જાફરાબાદ વિસ્તારની મહિલાઓએ એક અનોખી કામગીરી કરી છે. જાફરાબાદમાં દરિયાકાંઠે વહાણવટી સિકોતર માતાજી મંદિર આવેલું છે. અહીંનો કોળી સમાજ આ માતાજીમાં ખૂબ આસ્થા ધરાવે છે અને અહીં દર્શને જવા માટે દરિયાકાંઠે સાંકડો રસ્તો અને મસમોટો ખાડો છે તે પસાર કરવામાં ભારે હાલાકી પડતી હતી.

આ પણ વાંચો: ગુજરાત: પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવ્યો 

6 માસમાં 6 લાખનાં ખર્ચે પુલનું નિર્માણ કર્યું

પરિણામે મહિલાઓ દ્વારા લોકફળો કરી અને 160 જેટલી મહિલાઓનું ગ્રુપ કામે લાગી જઈ 6 માસમાં 6 લાખનાં ખર્ચે પુલનું નિર્માણ કર્યું હતું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે જાફરાબાદના સર્વ સમાજ માટે લાઈટ હાઉસ વિસ્તારમાં આવેલા સિકોતર માતાજીના મંદિરે યજ્ઞ-પૂજા રાખવામાં આવી હતી અને માતાજીના મંદિરે જવા માટે નવ નિર્માણ પુલનું સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ પુલને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એક મહત્વની સુવિધાઓ મહિલાઓએ પોતે જાતે ઊભી કરી હતી.

મહિલાઓ મોટાભાગની નિરક્ષર છે અને ઘરકામ કરે છે

આ પૂલનું નિર્માણ કરનાર જાફરાબાદની મહિલાઓ મોટાભાગની નિરક્ષર છે અને ઘરકામ કરે છે. આ તમામ કોળી સમાજની મહિલાઓ દ્વારા આ પુલનું નિર્માણ કરીને શિક્ષિત મહિલાઓને પણ રાહ ચીંધી છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીનો યજ્ઞ કરી મહિલાઓએ રાસ ગરબા લઈ પૂલનું લોકાર્પણ કર્યું હતું.

Back to top button