ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાં પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવના પ્રથમ દિવસે 160 કેસ નોંધાયા

  • 5 મહિનામાં જ 3,032 લોકો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા ઝડપાયા
  • 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા
  • ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે

અમદાવાદ શહેરમાં પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવના પ્રથમ દિવસે 160 કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસે ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે. આગામી 10 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે. તેમાં અમદાવાદ પોલીસે અનેક વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ઝડપ્યા છે અને ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: લારી પરથી લીધેલો નાસ્તો કર્યા બાદ 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર 

ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે. પોતાની નિશ્ચિત જગ્યાએ જવા માટે તેઓ થોડા ઘણા શોર્ટકટ લેતા હોય છે અને બાદમાં રોન્ગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે. પરંતુ શહેરમાં હવે જો આવું કઈક કર્યું તો ખેર નહીં હોય. પોલીસ કડક પગલા ભરવા માટે તૈયાર થઈ ગઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોંગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે.

16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા

16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે.

Back to top button