નૂડલસ ખાધા બાદ ૧૬ વર્ષની દીકરીનું થયું મૃત્યુ, એક્સપાયર્ડ નૂડલ્સના 800 કિલો પેકેટ કર્યા જપ્ત
તમિલનાડુ, ૫ સપ્ટેમ્બર, એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓનલાઈન ઓર્ડર કરાયેલા નૂડલ્સ ખાવાથી 16 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. તિરુચીની એક ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી સ્ટેફી જેક્લીન માલેસે પોતાના મોબાઈલ પર નૂડલ્સની જાહેરાત જોઈને એક પ્રખ્યાત કંપનીમાંથી નૂડલ્સનો ઓર્ડર આપ્યો. અહેવાલો અનુસાર, તે નૂડલ્સ ખાધા પછી સૂઈ ગઈ હતી અને બીજા દિવસે સવારે તે બેભાન મળી આવી હતી. કથિત ઘટના રવિવાર, 1 સપ્ટેમ્બરના રોજ પ્રકાશમાં આવી જ્યારે એક 15 વર્ષની છોકરી તેના ઘરે બેભાન પડી હતી. તેના પરિવારના સભ્યો તેને તાત્કાલિક સ્ટેક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.
તમિલનાડુમાં એક કમનસીબ ઘટનામાં, “ચાઈનીઝ” અથવા “કોરિયન” કંપની દ્વારા બનાવેલ નૂડલ્સ ખાધા પછી એક છોકરીનું મૃત્યુ થયું. તમિલનાડુમાં ઓનલાઈન ખરીદેલ કોરિયન બ્રાન્ડના નૂડલ્સ ખાધાં બાદ 16 વર્ષની દીકરીનું મૌતા જેકલીન 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. જેકલીનને નૂડલ્સ બનાવવાનો ખુબ જ શોખ હતો. જેકલીને રવિવારે ઓનલાઈન ખરીદેલ નૂડલ્સ બનાવી અને જમ્યા બાદ સૂઈ ગઈ. જેના બીજા દિવસે સવારે તેનું મૃત્યુ થયું. આ દરમિયાન, સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી કે તેઓને જેકલીનના મૃત્યુ અંગે શંકા છે, અને જેકલીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાલ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ એક્સપાયર્ડ નૂડલ્સના 800 કિલો પેકેટ જપ્ત કર્યા છે.
આ ઘટના અંગે મંત્રી સુબ્રમણ્યમે મંગળવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ત્રિચીમાં એક 15 વર્ષની છોકરીનું મૃત્યુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મંગાવેલી ચીની કંપનીના બુલડક નૂડલ્સ ખાવાથી થયું. તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તરત જ આ મામલે તપાસ કરી. કેટલાક ચાઈનીઝ નૂડલ્સની ઉપલબ્ધતાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ, તેઓએ એક જથ્થાબંધ વેપારી પાસેથી 800 કિલોના એક્સપાયર્ડ નૂડલ્સના પેકેટ જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો…પતિની શંકાને કારણે પત્નીએ આપ્યો જીવ, સુસાઇડ નોટમાં લખ્યું મને ભૂલી જાવ અને ખુશીથી જીવો..