ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યુંઃ 24 કલાકમાં 155 નવા કેસ, એક પણ મોત નહીં
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો નોંધાયો છે. જી હાં, એક દિવસમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા નવા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નવા 155 કેસ નોંધાયા છે,આજે સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 50 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 23 કેસ,સુરત કોર્પોરેશનમાં 15 કેસ,મહેસાણામાં 9 કેસ,સુરતમાં 8 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 6-6 કેસ,ભરૂચ અને વડોદરામાં 5-5 કેસ, અમરેલી અને આણંદમાં 4-4 કેસ, જામનગર કોર્પોરેશન અને રાજકોટમાં 3-3 કેસ,બનાસકાંઠા,કચ્છ અને પાટણમાં 2-2 કેસ,અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,નવસારી, પંચમહાલ,પોરબંદર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે.
હાલમાં 7 દર્દી વેન્ટીલેટર પર
આજે વધુ 250 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12 લાખ 78 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 11,074 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1301 થયા છે. જેમાંથી 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1294 દર્દીઓ સ્ટેબલ છે.