દેશભરમાંથી 151 કુમારીઓ પરમાત્મા શિવને આજીવન થઈ સમર્પિત
પાલનપુર: બ્રહ્માકુમારીઝ દ્વારા માનવ સમાજના અધ્યાત્મ સશક્તિકરણ માટે સતત અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે સમાજના સર્વ વિવિધ વર્ગોમાં અધ્યાત્મિક રાજયોગા દ્વારા શાંતિ, સદભાવના, પરસ્પર સ્નેહ ભાવ અને પરમાત્મા સાથે આત્માના મિલનની અનુભૂતિ દ્વારા દિવ્ય સંસ્કાર- સંસ્કૃતિની સ્થાપના માટે હજારો કાર્યક્રમોમાં કરોડો લોકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે દેશના વિવિધ શહેરોમાં પાણીપત, દિલ્હી, હૈદરાબાદ, લુધિયાણા, અસામ અને મુંબઈ વગેરે સ્થળોના સેવા કેન્દ્ર પર 151 ગ્રેજ્યુએટ કન્યાઓનો શિવ પરમાત્માને આજીવન સમર્પિત સમારંભ યોજાયો હતો.
જેમાં લાખો ભક્તજનો એ ભાગ લઈ કન્યાના માતા-પિતાને ભારતીય અધ્યાત્મક -દિવ્ય સંસ્કૃતિની સ્થાપનામાં કન્યાઓના સમર્પિત ભાવને વધાવી પોતાની શુભકામનાઓ પાઠવી હતી. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ વૈશ્વિક સંસ્થામાં 140 દેશમાં 55000 બ્રહ્માકુમારી બહેનોએ પોતાનું જીવન શિવ સમર્પિત કરેલ છે. જે માનવસેવાનું અદ્વિતીય ઉદાહરણ છે અને તેની સંખ્યા વધતી જ જાય છે.