ટ્રેન્ડિંગમનોરંજન

150 કિલોની અભિનેત્રીએ જીત્યો Oscar 2024, સ્ટેજ પર જ રડી પડી, ‘ Golden Globes’માં પણ બતાવી ચૂકી છે જલવો

Text To Speech

લોસ એન્જલસ, ૧૧ માર્ચ : ‘ઓસ્કાર 2024’ એટલે કે 96મા એકેડેમી એવોર્ડ્સના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે, જ્યારે એકેડેમી એવોર્ડ્સમાં મૃત દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે જ્હોન સીનાએ ‘ઓસ્કર એવોર્ડ્સ’ના સ્ટેજમાં કપડાં વિના પ્રવેશ કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ઓસ્કાર એવોર્ડમાં Davine Joy Randolph પણ ભાવુક થઈ રડવા લાગી હતી.

Davine Joy Randolph ભાવુક થઈ
હકીકતમાં, તાજેતરમાં યોજાયેલા 96મા એકેડેમી એવોર્ડ્સમાં Davine Joy Randolphને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રી Davine Joy Randolphને આ પહેલો એકેડેમી એવોર્ડ મળ્યો છે, જે પ્રાપ્ત કર્યા પછી તે ભાવુક થઈ ગઈ અને પોતાના આંસુ રોકી શકી નહીં. Davine Joy 11 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે. અને આટલા વર્ષોના કરિયરમાં પહેલીવાર આ સન્માન મેળવતા તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને આ દરમિયાન તેણે ઈમોશનલ સ્પીચ પણ આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેણે આ કરિયર કેમ પસંદ કર્યું અને તેના માટે તેને કોણે પ્રેરણા આપી.

હું સિંગર બનવા આવી છું: Davine Joy Randolph
96માં એકેડેમી એવોર્ડ્સમાં ડ્વેન જોય રેન્ડોલ્ફે કહ્યું કે મેં મારી માતાના કારણે આ કારકિર્દી પસંદ કરી છે. જો કે હું ક્યારેય હું એક્ટિંગ કરવા ઇચ્છતી ના હતી. હું ગાયક બનવા માંગતી હતી. મેં મારી માતા માટે કર્યું. મને યાદ છે કે મારી માતાએ મને કહ્યું હતું કે રસ્તાના પેલા થિયેટરમાં તમારા માટે કંઈક ખાસ હતું. આ માટે હું મારી માતાનો આભાર માનું છું. મેં હંમેશા અન્ય જેવા બનવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે મને લાગે છે કે હું મારી જાત તરીકે વધુ સારી છું. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત યુઝર્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.

ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ જીત્યો
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એકેડેમી એવોર્ડ જીતતા પહેલા ડ્વેન જોય રેન્ડોલ્ફે ગોલ્ડન ગ્લોબ્સમાં મોશન પિક્ચરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. તે દરમિયાન પણ તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

Back to top button