ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપની નેતાની હત્યાના આરોપી PFIના 15 આતંકીને ફાંસીની સજા

  • ઓબીસી વિંગના સેક્રેટરી રણજીત શ્રીનિવાસનની 19 ડિસેમ્બર, 2021ના રોજ થઈ હતી હત્યા
  • હત્યાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ અને કેરળનું રાજકારણ પણ ગરમાયું હતું

તિરુવનંતપુરમ, 30 જાન્યુઆરી: કેરળની કોર્ટે બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના 15 સભ્યોને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. બીજેપી નેતા શ્રીનિવાસની 19 ડિસેમ્બર 2021ના રોજ હત્યા કરવામાં આવી હતી. માવેલીક્કર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સુનાવણી બાદ આ પ્રખ્યાત હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. આ હત્યાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ સાથે કેરળનું રાજકારણ પણ ગરમાયું હતું.

રાજકીય રીતે સંવેદનશીલ આ કેસમાં નૈસમ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલેમ, ઝફરુદ્દીન, મનશાદ, જસીબા રાજા, નવાસ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી પૂવનથુંગલ અને શેરનસ અશરફને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તે તમામ હવે પ્રતિબંધિત કરવામાં આવેલા સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI) અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SGPI) સાથે સંકળાયેલા હતા. હવે કેરળ કોર્ટે આ તમામ સામે સજાની જાહેરાત કરી છે.

આ હત્યા 2021માં કરવામાં આવી હતી

બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની 19 ડિસેમ્બર 2021ના રોજ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જજ શ્રીદેવી વીજીની કોર્ટે આ સંવેદનશીલ કેસની સુનાવણી કરી હતી. સજા અંગે કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે તમામ ગુનેગારોને મહત્તમ સજા આપવાની માગણી કરી હતી. બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે, આ કેસ રેર ઓફ ધ રેરેસ્ટની શ્રેણીમાં આવતો નથી, તેથી મહત્તમ સજા આપી શકાય નહીં. સજાની જાહેરાત કરતા પહેલા, કોર્ટે તમામ દોષિતોની માનસિક તપાસ પણ કરાવી હતી, જેથી તેમને કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા ન થાય.

શ્રીનિવાસનની પત્ની અને પુત્રીની સામે હત્યા કરવામાં આવી હતી 

રણજીત શ્રીનિવાસ ભાજપના કેરળ ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત તેઓ વ્યવસાયે વકીલ પણ હતા. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, 19 ડિસેમ્બર 2021ની રાત્રે, તમામ આરોપીઓએ વેલ્લાકિનાર સ્થિત તેમના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને તેમની પત્ની અને પુત્રીની સામે તેમનું ગળુ કાપીને હત્યા કરી હતી. શ્રીનિવાસનું રહેઠાણ જ્યાં છે તે વિસ્તાર અલપ્પુઝા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. શ્રીનિવાસની હત્યાની આગલી રાત્રે SDPIના કેરળ સચિવ કે.એસ.શાનની પણ હત્યા કરવામાં આવી હતી. શાન મર્ડર કેસની સુનાવણી 2 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

આ પણ જુઓ: વલસાડમાં મોટી દીકરીના લગ્નની આગળની રાત્રે પિતાએ નાના જમાઈનું ઢીમ ઢાળી દીધું

Back to top button