ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 15ના મોત, 50થી વધુ ઘાયલ

Text To Speech
  • પાકિસ્તાનની હજારા એક્સપ્રેસ ટ્રેન રાવલપિંડી જતાં દુર્ઘટના સર્જાઈ. ટ્રેન ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 15ના મોત, 50થી વધુ ઘાયલ.

પાકિસ્તાન ટ્રેન દુર્ઘટના: પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.

50 લોકોને ગંભીર ઇજા પહોંચી

રિપોર્ટ અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 15 લોકોને કાળ આંબી ગયો છે, જ્યારે 50 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાની બનાવ નજીક રોકકળાટથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

પાકિસ્તાન ટ્રેન દુર્ઘટના-HDNEWS

અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને નવાબશાહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા:

અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને નવાબશાહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ સુક્કુર મોહમ્મદુર રહેમાનને ટાંકીને જણાવ્યું છે કે 10 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. પોલીસનું કહેવું છે કે અસરગ્રસ્ત બોગીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. નજીકની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપીમાં જોવા મળી અડધી પશુ અને અડધી દેવતાની મૂર્તિ, જાણો ASIની ટીમને બે દિવસીય સર્વેમાં શું મળ્યું

Back to top button