ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP: ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું, 15નાં મૃત્યું

કાસગંજ (ઉત્તર પ્રદેશ), 24 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ગઈ. આ અકસ્માતમાં 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 15 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. જો કે મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, સામેથી આવી રહેલા અજાણ્યા વાહનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી કાબૂ બહાર જઈ તળાવમાં ખાબકી ગઈ હતી.’

ટ્રેક્ટર તળાવમાં ખાબકતાં 15નાં મૃત્યુ થયા

આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે, તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 4 બાળકોને નાજુક હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ ટ્રેક્ટર સવારો જેથરા પોલીસ સ્ટેશનના છોટા કાસા ગામના રહેવાસી હતા. માઘ પૂર્ણિમાના અવસર પર આ લોકો કાસગંજના પટિયાલીના કાદરગંજ ગંગા ઘાટ પર ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગામવાસીઓનું કહેવું છે કે, ટ્રેક્ટર સ્પીડમાં દોડતું હતું. કાબૂ ગુમાવવાને કારણે ટ્રેક્ટર રોડ પરથી નીકળી તળાવમાં પલટી ખાઈ ગયું હતું.

સીએમ યોગીએ મૃતકોના પરિવારને 2 લાખની સહાય આપી

સીએમ યોગીએ કાસગંજમાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને યોગ્ય મફત સારવાર આપવાના નિર્દેશ પણ આપ્યા છે. હાલ ઘટનાસ્થળે બુલડોઝર વડે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ મદદ કરી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: યુપી: બરેલીમાં દુ:ખદ અકસ્માત, ઝૂંપડીમાં લાગેલી આગમાં 4 બહેનો જીવતી સળગી

Back to top button