શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા તમિલનાડુના 15 માછીમારો ચેન્નઈ પહોંચ્યા


ચેન્નઈ,21 નવેમ્બર: શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરાયેલા 15 માછીમારો મંગળવારે ચેન્નઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અગાઉ તામિલનાડુના રામેશ્વરમના ઓછામાં ઓછા 22 માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશતા શ્રીલંકન નૌકાદળ દ્વારા પકડી લેવામાં આવ્યાં હતાં. જેઓને મુક્ત કરીને બોટ મારફત પમ્બમ પહોંચ્યા છે. 18 નવેમ્બરના રોજ, શ્રીલંકાના નૌકાદળે કથિત રીતે માછીમારી કરવા બદલ 22 માછીમારો સાથેની બે સ્વદેશી બોટને પકડી લીધી હતી. બાદમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
#WATCH | Tamil Nadu: 15 fishermen who were released from Sri Lankan prison, reached Chennai airport pic.twitter.com/MDNLQu3QRo
— ANI (@ANI) November 21, 2023
શ્રીલંકાન નૌકાદળે ભારતીય માછીમારોને પકડી લેતાં 18 નવેમ્બરે માછીમારોનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને મળ્યું. અને માછીમારોને મુક્ત કરવા વિનંતી કરી હતી. જે પ્રતિકૂળ આબોહવાને કારણે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ્યા હતા. નાણામંત્રીએ વિદેશ સચિવ અને શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશન સાથે વાત કરી, જેના પગલે માછીમારોને બચાવી લેવામાં આવ્યા. માછીમારો ભારત પરત ફર્યા ત્યારે, માછીમારોના એક પ્રતિનિધિમંડળે આજે સીતારમણનો તેમના હસ્તક્ષેપ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સીતારમણે માછીમારોના પરિવારોને આશ્વાસન આપ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે હંમેશા તમિળોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખ્યું છે.
અગાઉ 29 ઑક્ટોબરે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુના માછીમારોની વારંવાર ધરપકડના મુદ્દા ઉઠાવ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રીએ તેમના પત્રમાં કહ્યું હતું કે તમે જાણો છો કે અમારા માછીમારો તેમની આજીવિકા માટે સંપૂર્ણપણે માછીમારીની પ્રવૃત્તિ પર નિર્ભર છે. આ સતત ધરપકડો માછીમારી સમુદાયને ભારે મુશ્કેલી અને પીડાનું કારણ બની રહી છે. શ્રીલંકાની નૌકાદળની આવી કાર્યવાહીથી લોકોના મનમાં દબાણ અને ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારો પોતપોતાના ઘરે પહોંચ્યા