ગુજરાતના 15 સાહસિકો માનસિક આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવા અમદાવાદથી લેહના પ્રવાસે
- પ્રવાસ દરમિયાન રસ્તે આવતા શહેરોમાં સ્થાનિક સંસ્થાઓ સાથે મળી જાગૃતિ રેલી અને જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજાશે
- 5000 કિલોમીટરના પ્રવાસમાં સાત રાજ્યોમાં 15 જેટલા શહેરમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવાશે
- વિશ્વના સૌથી ઉંચાઈ પર આવેલા મોટેરબલ રોડ સુધીનો પ્રવાસ કરશે , જેની ઉંચાઈ એવરેસ્ટ બેઝ કેમ્પથી પણ વધુ
અમદાવાદ : માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાના આશય સાથે ગુજરાતના 15 જેટલા સાહસિકો તારીખ 1 જુલાઈ થી પંદર દિવસ માટે અમદાવાદથી લેહ લદાખના સાહસિક પ્રવાસે નીકળી રહ્યા છે.
આવવા અને જવાના કુલ 5000 કરતા વધુ કિલોમીટરના પ્રવાસમાં અમદાવાદ થી શરૂ કરી ઉદયપુર, જયપુર, ચંદીગઢ, મનાલી, સર્ચું, તસો મિરીની,પેંગોંગ, નુબ્રા,લેહ, શ્રીનગર, અમૃતસર વગેરે શહેરથી પસાર થશે અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી માનસિક સ્વાસ્થ્ય અંગે રેલીઓ અને જાહેર કાર્યક્રમો યોજશે. માનસિક આરોગ્યનો પ્રશ્ન આજના આધુનિક યુગની એક મોટી મહામારી છે, જે સમાજના તમામ વર્ગોમાં વ્યાપ્ત છે અને તેની અસરો સપાટી પર દેખાય છે તેના કરતા અનેક ગણી ભયંકર છે.
ગુજરાતના 15 સાહસિકો માનસિક આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવા અમદાવાદથી લેહના પ્રવાસે#ahmedabad #ahmedabadnews #Tatamotors #tata #Tatamotor #Leh #news #newsupdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/RP1YHsBSCN
— Hum Dekhenge News (@humdekhengenews) July 4, 2023
આ અંગે બોલતા પ્રવાસી ટીમના લીડર શ્રી અજય જોગીયાએ જણાવ્યું હતું કે, ” માનસિક તનાવ અને તેમાંથી ઉદભવતી બીમારી આધુનિક યુગની અતિ ભયાનક સમસ્યા છે અને તેનો વ્યાપ સમાજના દરેક વર્ગોમાં દેખાય છે તેના કરતાં અનેક ગણો વધારે અને ગંભીર છે. માનસિક અસ્વસ્થતાને કારણે અનેક સામાજિક, આર્થિક અને ગુનાહિત સમસ્યાઓ સર્જાય છે. અતિ ગંભીર સ્થિતિમાં વ્યક્તિ આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ભરતાં પણ અચકાતી નથી. માનસિક તનાવ અને પરેશાનીથી ક્ષણિક છુટકારો મેળવવા માટે આજનું યુવા ધન ડ્રગ અને અન્ય નશીલા પદાર્થો તરફ વળે છે, જે તેમને અંતે બરબાદીના પંથે દોરી જાય છે. આપણે ઉડતા પંજાબ ના સાક્ષી છીએ, પણ આવી સ્થિતિ દેશમાં અનેક શહેરોમાં આપને ધારીએ અને માનીએ છીએ તેમાં કરતા વધારે ગંભીર સ્વરૂપે ફેલાયેલી છે. જો આ જ સ્થિતિ માત્ર આપણા સમાજીક ઢાંચાને બરબાદ નથી કરી રહી, પરંતુ દેશની સુરક્ષા સામે પણ ગંભીર ખતરો ઉભો કરી રહી છે”
શ્રી જોગિયાએ વધુમાં જણાવ્યું હતું કે , ” આ સાહસિક પ્રવાસ દ્વારા અમારું લક્ષ્ય માર્ગમાં આવતા શહેરોના મહત્તમ લોકો,તેમાંયે ખાસ કરીને યુવાનો સુધી પહોંચી તેમનામાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને વ્યસનોથી દૂર રહેવાની અપીલ કરવાનું રહેશે. જો મન થોડું મક્કમ કરીએ તો વ્યસનો ત્યાગી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જરાયે મુશ્કેલ નથી. આપણે ભારતવાસીઓ નસીબદાર છીએ કે માનસિક તનાવ અને બીમારીઓને નાથવા માટે આપની પાસે સદીઓ પુરાણું યોગ અને પ્રાણાયામ વિજ્ઞાન છે,જેની અસરકારકતાનો આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે.
અમારા આ સાહસિક પ્રવાસ માટે……….. જેવી સંસ્થાઓનો સક્રિય સહયોગ સાંપડ્યો છે, જે બદલ અમે હ્યદયપૂર્વક આભાર માનીએ છીએ, તેમ પણ શ્રી જોગીયાએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : દ્વારકાધીશ મંદિરના શિખરે 15 દિવસ સુધી 5 નહીં 6 ધજા ચડશે, જાણો કેમ લેવાયો આવો નિર્ણય?