વડોદરામાં લગ્નના 15 દિવસ અગાઉ યુવતીનો આપઘાત
- વાઘોડિયા રોડ પર રહેતી યુવતીએ કર્યો આપઘાત
- લગ્નના 15 દિવસ અગાઉ યુવકના પરિવારે લગ્ન માટે ના પાડતા પગલું ભર્યું
- પોલીસે યુવક અને તેના પરિવાર જનો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરાના વાઘોડિયા રોડ પર યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. વડોદરામાં લગ્નનના પંદર દિવસ અગાઉ એક યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ યુવતીએ આપઘાત કર્યા બાદ તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લગ્નના 15 દિવસ અગાઉ યુવકના પરિવારે લગ્ન માટે ના પાડતા યુવતીએ મોતને વ્હાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
લગ્ન કરનાર યુવતીએ કર્યો આપઘાત
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વાઘોડિયા રોડ પર યુવતીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો હાવાનું સામે આવ્યું છે. વાઘોડિયા રોડ પર રહેતી વંદના રોહિત નામની યુવતીએ આપઘાત કર્યો છે . યુવતીએ લગ્નના 15 દિવસ પહેલા આપઘાત કરતા પરિવાર શોકમાં મગ્ર બની ગયો હતો. આ યુવતી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લગ્ન માટે યુવકના પરિવારે ના પાડતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુસાઈડ નોટમાં જણાવી આપવીતી
વંદનાએ સ્યુસાઇડ નોટમાં આપવીતી વર્ણવી હતી.જેમાં તેની સાથે લગ્ન કરનાર યુવક ફરી જતા યુવતીએ આપઘાત કર્યો હાવાનું જણાવ્યું છે. આ યુવતીના લગ્ન તેજસ નામના યુવક સાથે નક્કી થયા હતા, પરંતુ લગ્નના 15 દિવસ અગાઉ યુવકના પરિવારે લગ્ન માટે ના પાડી દીધી હતી , જેથી આ યુવતીએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા બાપોદ પોલીસે આ મામલે યુવકના પરિવારજનો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : છત્તીસગઢ : બે સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ, પોલીસ પર પથ્થરમારો, કલમ 144 લાગુ