1400 કરોડનો ક્રિકેટ સટ્ટો : ગરીબોના બેંક ખાતાઓમાં સટ્ટાનું ટ્રેડિંગ કરાવતો હતો આર.આર.


1400 કરોડના ક્રિકેટ સટ્ટાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ચાલી રહેલી તપાસમાં સૌથી મોટી સફળતા મળી છે જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોના નામે ખાનગી બેંકોમાં ખાતા ખોલાવીને રોજ કરોડોના RTGS કરાવવામાં આવતા હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મળી છે.
આ પણ વાંચો : ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટને ઝડપી પાડ્યો
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાને લઈને ક્રાઇમ બ્રાન્ચને એક પછી એક સફળતા મળી રહી છે ત્યારે સટ્ટાબાજો અમદાવાદના ગુલબાઈ ટેકરા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબોના ખાતાનો છેલ્લા 2.5 વર્ષથી ક્રિકેટના સટ્ટા માટે ઉપયોગ કરતાં હતા અને બુકીઓ પોતાના એજન્ટો મારફતે આ ખાતામાંથી 10 કરોડ સુધીનું ટર્નઓવર કરતાં હતા. વધુમાં જે ગરીબોના ખાતામાં ટર્નઓવર કરવામાં આવતા હતા તેમના દ્વારા આ પૈસાનું મકાનો, મ્યુચ્યુઅલ ફંડ જેવામાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આજથી રાજ્યમાં નવી જંત્રી લાગુ પણ બિલ્ડરોની મુખ્યમંત્રી સાથેની બેઠક પર સૌ કોઈની નજર
રાકેશ રાજદેવ સામે ગુજરાત પોલીસમાં અગાઉ અનેક ગુન્હા નોંધાઈ ગયા છે. રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર છેલ્લા ઘણા વર્ષોથી પોતાનો કારોબાર દુબઈથી જ ચલાવી રહ્યો છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં થોડા વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચૂકી છે. દુબઈમાં બેસી પોતાનો કારોબાર ચલાવતો રાકેશ રાજદેવ અને તેનો સાગરીત ખન્ના અમદાવાદના શાહીબાગમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલને ફોન પર સૂચનાઓ આપી કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું પણ અગાઉ સામે આવી ચૂક્યું છે.