

સુરેન્દ્રનગર જિલ્લાના ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે જેમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ કરવામા આવ્યો છે. આમ સંતો દ્વારા કુલ મળી 14થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ પણ કરાયો છે.
સનાતન ધર્મના સાધુઓની બેઠક પૂર્ણ, વધુ 8 મુદ્દા અંગે થયા ઠરાવ
સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્ર હટી ગયા બાદ પણ સનાતન ધર્મના સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે, આજે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મહાસંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહ્યા. અને તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવી છે. સંતો દ્વારા 14થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
લીંબડી
સનાતન ધર્મની આગામી બેઠક જૂનાગઢમાં મળશે
જાણકારી મુજબ સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે.આ બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. આ મામલે સાધુઓ દ્વારા કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : વધુ એક વિવાદ શમ્યો, ભીંતચિત્રો હટાવ્યા બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હટાવાઈ મૂર્તિ