- આ કાર્યવાહીમાં એક PIને પણ સસ્પેન્સ કરાયા
- અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવા દ્વારા મોટી કાર્યવાહી
- જિલ્લામાં 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં જિલ્લામાં 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અર્તગત ખોટી હાજરી પુરનાર અને પ્રોત્સાહન આપનાર એક પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ 14 પોલીસ કર્મીઓ ફરજ પર હાજર ન રહેતા કાર્યાવાહી કરવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પોલીસકર્મીઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી હાજર ન રહેતા તેમના પર કાયદેસરના પગલા લેવામાં આવ્યા અને 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : જામનગર : ઈમરજન્સી ફ્લાઈટ લેન્ડિંગમાં આપત્તિજનક વસ્તુ ન મળી; સવારે 10 વાગ્યે ઉડાન ભરે એવી શક્યતા
પોલીસકર્મીઓની બેદરકારી, અમિત વસાવાની કાર્યવાહી
અમદાવાદમાં એસપી અમિત વસાવાએ પોલીસ કર્મી પર કામગીરીને લઈ એક મોટી કાર્યવાહી કરી હતી. આ પોલીસકર્મીઓ ફરજ પર હાજર ન રહેતા તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી પોલીસકર્મીઓ તેમના કાર્યથી ગેરહાજર રહ્યા હતા તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં એક પીઆઈની પણમાં બેદરકારી અને અનિયમિતતા મામલે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. આ પોલીસકર્મીમાં કોનસ્ટેબલ અને અન્ય અધિકરીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર તેમની હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા જેથી તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવ્યા હતા.