આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સ્પેનમાં આતંક ફેલાવવાના આરોપમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ

Text To Speech

એસ્પેના: સ્પેનમાં આતંકવાદના આરોપમાં પોલીસે પાકિસ્તાની મૂળના 14 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ આરોપી જેહાદી નેટવર્ક સાથે સંડોવાયેલા છે. આ લોકોએ એક નેટવર્ક બનાવ્યું જેમાં તેઓ જેહાદી સંદેશા અને કટ્ટરપંથી સામગ્રી ઑનલાઈન ફેલાવતા હતા.  7 ઑક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ સ્પેનમાં આતંકવાદ વિરોધી ગતિવિધિઓને લઈને એલર્ટ જારી કરાયું હતું. એ સમયે આ તમામની ધરપકડ થઈ હતી.

TLP સાથે જોડાયેલા પાકિસ્તાનીઓની ધરપકડ

ધ યુરોપિયન કન્ઝર્વેટિવના પત્રકાર ડેવિડ એથર્ટને ટ્વીટ કર્યું કે આ 14 લોકો પાકિસ્તાનની ઈસ્લામિક ઉગ્રવાદી રાજકીય પાર્ટી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) સાથે સંકળાયેલા છે. TLP એ પાકિસ્તાનમાં 2015 માં સ્થપાયેલું ધાર્મિક-રાજકીય સંગઠન છે, જે પ્રોફેટ મોહમ્મદના સન્માનના રક્ષક તરીકે પોતાને દર્શાવે છે.

ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓને કોર્ટમાં રજૂ કરાયા

સ્પેનના સૌથી મોટા અંગ્રેજી અખબાર યુરો વીકલી ન્યૂઝ અનુસાર, ધરપકડ કરાયેલા લોકોને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટને કહેવામાં આવ્યું કે આ જેહાદીઓની આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ લોકો કેટાલોનિયા, વેલેન્સિયા, ગુઇપુઝકોઆ, વિટોરિયા, લોગ્રોનો અને લેઇડામાં રહેતા હતા.

આ પણ વાંચો: જખૌ પાસેના દરિયામાંથી પાકિસ્તાની બોટ સાથે 7 માછીમારોની ધરપકડ

Back to top button