ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાંથી 14 બોગસ ડૉક્ટર પકડાયા, 1200 જેટલી નકલી ડિગ્રી જપ્ત

Text To Speech
  • અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ
  • 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી
  • વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા

ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલી લોકો વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે.

કાર્યવાહી હાથધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે સુરત ઝોન-4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. જેમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે.

અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ

સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી 

Back to top button