ગુજરાતચૂંટણી 2022

ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો: બોરસદના 14 કાઉન્સિલરો 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

Text To Speech

ઘણા સમયથી બોરસદ પાલિકા પ્રમુખની કામગીરીથી નારાજ નગરપાલિકાના કાઉન્સિલરોએ બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્ટી દ્વારા 20 સભ્યોને પાર્ટી લાઈન સાથે ચાલવા માટે અને પ્રમુખ તરફે મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ભાજપના સભ્યોએ વ્હીપનો અનાદર કરીને પક્ષની લાઈન વિરુદ્ધ મતદાન કરતા પ્રમુખ સામે આવેલ અવિશ્વાસની દરખાસ્ત 25 મતોથી પસાર થઇ ગઈ હતી અને ભાજપને પાલિકામાંથી સત્તા ખોવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ભાજપ સંગઠન દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરનાર ભાજપના 14 કાઉન્સિલરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

પ્રમુખ સામે અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું

બોરસદ પાલિકાની સામાન્ય સભામાં 12 સભ્યોએ એજન્ડાના કામોમાં સુધારા આપી પ્રમુખ તરફે નારાજગી વ્યક્ત કરી હતી. જેનો ફાયદો ઉઠાવીને વિપક્ષના 16 સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિતસિંહ પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ સામે આવેલ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો હતો. પરંતુ ભાજપના 14 સભ્યોએ વ્હીપનો અનાદર કરીને પ્રમુખ સામે આવેલ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.

જિલ્લા કક્ષાના નેતાના અનુરોધને અવગણીને અપમાન કર્યુ

જે બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની સામે થયેલ અવિશ્વાસની દરખાસ્ત બાદ કેટલીક સમજાવટની કામગીરી કરી પાર્ટી સાથે રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છત્તા પણ જિલ્લા કક્ષાના નેતાના અનુરોધને અવગણીને અપમાન કર્યુ હતુ. ત્યારે બળવો કરનાર 14 કાઉન્સિલરોને પોતાના પદ્ પરથી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો છે.

ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા સભ્યો નીચે મુજબ છે..

  • રિતેશભાઈ પંકજભાઈ પટેલ
  • દિપકભાઈ કનુભાઈ પટેલ
  • પ્રજ્ઞેશભાઈ જયંતિભાઈ પટેલ
  • ભૌતિકકુમાર શૈલેષભાઈ શાહ
  • પરાગકુમાર પ્રવીણભાઈ પટેલ
  • દીપકકુમાર અંબાલાલ રાણા
  • મફતભાઈ શનાભાઈ સોલંકી
  • અપેક્ષાબેન વીરેન્દ્રસિંહ મહિડા
  • હિનાબેન જીગ્નેશભાઈ ભોઈ
  • ભૂમિકાબેન હિરેનભાઈ ગોહેલ
  • ભારતીબેન દિનેશભાઈ પરમાર
  • ભાવનાબેન જયેન્દ્રસિંહ રાઠોડ
  • કિરણબેન વિશાલકુમાર પટેલ
  • પીનલબેન તન્મયકુમાર પટેલ

આ પણ વાંચો : ગુજરાતઃ ચૂંટણીની તૈયારીઓ, ક્રિમિનલ ઈમેજના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે પાર્ટીએ કરવી પડશે સ્પષ્ટતા

Back to top button