14.8 કિલો સોનાની સ્મગલિંગ કરતી કર્ણાટકના DGPની દીકરી રાન્યા રાવ રંગેહાથ ઝડપાઈ


બેંગલુરુ, 5 માર્ચ 2025: કર્ણાટક કેડરના સિનિયર આઈપીએસ અધિકારીની દીકરી અને કન્નડ ફિલ્મ એક્ટ્રેસને ડીઆરઆઈએ ધરપકડ કરી છે. આરોપ છે કે એક્ટ્રેસે પોતાની સાથે 14 કિલોથી વધારે સોનાની તસ્કરી કરી રહી હતી. એક્ટ્રેસનું નામ રાન્યા રાવ હોવાનું કહેવાય છે. રાન્યા રાવ કર્ણાટક કેડરના સિનિયર આઈપીએસ અધિકારીની દીકરી છે. રાન્યાને ડીઆરઆઈએ તેમના પતિ સાથે ધરપકડ કરી છે.
14 કિલોથી વધારે સોના સાથે ધરપકડ
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાન્યા રાવને તેના પતિ સાથે સોમવારે મોડી સાંજે બેંગલુરુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આરોપ છે કે તે પોતાના પતિ સાથે 14.8 કિલો ગોલ્ડ સ્મગલિંગ કરવાની કોશિશ કરી રહી હતી. બંને દિલ્હી એરપોર્ટથી બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થયા હતા. તેને અને તેમના પતિને 18 માર્ચ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. રાન્યા રાવના પિતા કર્ણાટકમાં સિનિયર આઈપીએસ અધિકારી છે.
સોનાની દાણચોરીના આરોપમાં રાન્યાની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. તપાસ બાદ ડીઆરઆઈએ તેમને અને તેમના પતિની ધરપકડ કરી હતી અને બંનેને 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે રાન્યા કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ ‘માનિક્ય’માં કામ કર્યું છે. આ સિવાય તેમણે દક્ષિણની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
કપડાંમાં છુપાયેલું હતું સોનું
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાન્યા, જે સોમવારે રાત્રે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ પહોંચી હતી, તે વારંવાર આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણે ડીઆરઆઈના રડાર પર હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ મોટાભાગની સોનાની દાણચોરી કરવામાં સફળ રહ્યા હતા અને તેઓ તેમના કપડાંમાં છુપાવી લાવ્યા હતા. રાન્યા કર્ણાટકમાં તૈનાત ડીજીપી રેન્કના આઈપીએસ અધિકારીની પુત્રી છે.
આ પણ વાંચો: આ તારીખથી અમેરિકા ભારતને આપશે મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત