બનાસકાંઠા : જિલ્લાના 13 પોલીસ સ્ટેશન પીએસઆઇ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ થશે
- જિલ્લામાં નવા 12 પીએસઆઇ 28 એસઆઈની નવી ફાળવણી થશે
- 23 આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં એએસઆઇ નિમાશે
બનાસકાંઠા 26 જુલાઈ 2024 : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શોધ યોજના અમલમાં મુકવા પોલીસ વિભાગની સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવ્યો છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં 13 પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડેશન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 12 નવા પીએસઆઇ 28 ની ફાળવણી કરવામાં આવશે.
રાજ્ય પોલીસ દળમાં ગૃહ વિભાગ દ્વારા SHODH સ્ટ્રેનથિંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશન્સ ( ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ ઓફ લો એન્ડ ઓર્ડર) યોજના અમલમાં મુકવા રાજ્યના કુલ 200 પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરા,ગઢ, વડગામ, છાપી, પાંથાવાડા, દાંતીવાડા, ભીલડી, દાંતા, સુઈગામ અને શિહોરી પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી અપગ્રેડ કરી પીઆઇ કક્ષાના કરવામાં આવશે. આ ઉપરાંત શોધ યોજના અંતર્ગત રાજ્યમાં નવા કુલ 300 બીન હથીયારી પીએસઆઇ અને 280 બીન હથીયારી એએસઆઈ ની નિમણૂક કરાઇ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પીએસઆઇ અને 28 એએસઆઇની ફાળવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓનું પણ અપગ્રેડેશન કરી કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પણ બનાસકાંઠા જિલ્લાની 23 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓમાં એએસઆઈની નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં અસામાજિક તત્વોના વાઇરલ વિડીયો માં પોલીસ દ્વારા રાયોટીંગની ફરિયાદ