ગુજરાતટ્રેન્ડિંગ
અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી


- અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો
- મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ
- અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા
અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે.
મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ
વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રજાક મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ હતી.