ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સરકારની આ જાહેરાતથી 13 લાખ LIC એજન્ટોમાં ખુશીનો માહોલ

  • નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, LIC એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

જો તમે દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના કર્મચારી છો અથવા તેની સાથે એજન્ટ તરીકે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. સરકારે અનેક લાભો જાહેર કર્યા છે, ત્યારે હવે LIC એજન્ટો માટે પણ સરકારે જાહેરાત કરી છે, જેનો લાભ LIC એજન્ટો અને કર્મચારીઓને મળશે.આ જાહેરાતમાં ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારો, એજન્ટ રિન્યુએબલ કમિશન, ટર્મ ઈન્સ્યોરન્સ કવર અને યુનિફોર્મ ફેમિલી પેન્શનની વાત કરી છે.

13 લાખ LIC એજન્ટોને થશે ફાયદો

નાણા મંત્રાલયે ટ્વિટર પર ટ્વીટ દ્વારા આ સંબંધમાં માહિતી શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મંત્રાલય દ્વારા એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણના પગલાંને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી કંપનીના એક લાખથી વધુ નિયમિત કર્મચારીઓ અને 13 લાખથી વધુ એજન્ટોને ફાયદો થશે. એલઆઈસી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ એવા એજન્ટો અને કર્મચારીઓ છે જેઓ એલઆઈસીના વિકાસમાં અને ભારતમાં વીમાના પ્રવેશને વધુ ગાઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

નાણા મંત્રાલયે કરી આ મોટી જાહેરાત

પ્રથમ જાહેરાત: નાણા મંત્રાલય દ્વારા એક ટ્વીરટ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે લેવામાં આવેલા ફાયદાકારક પગલાં સંબંધિત વિગતવાર માહિતી શેર કરવામાં આવી છે. આ મુજબ, LIC એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણયથી કંપનીના એજન્ટોની કામકાજની સ્થિતિમાં સુધારો થશે અને તેમને વધુ લાભ મળશે.

બીજી જાહેરાતઃ એલઆઈસી એજન્ટોની ગ્રેચ્યુઈટી મર્યાદા વધારવાની સાથે સરકારે તેમને વધુ એક લાભ આપ્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, પુનઃનિયુક્તિ પછી આવતા LIC એજન્ટોને રિન્યુઅલ કમિશન માટે પાત્ર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, આનાથી તેમને નાણાકીય સ્થિરતા વધશે. નોંધનીય છે કે હાલમાં LIC એજન્ટો જૂની એજન્સી હેઠળ પૂર્ણ થયેલા કોઈપણ વ્યવસાય માટે રિન્યુએબલ કમિશન માટે પાત્ર નથી.

આ પણ વાંંચો: LICએ સરકારને કમાણીમાંથી પોતાનો હિસ્સો આપ્યો, નિર્મલા સીતારમણને 1831 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો

ત્રીજી જાહેરાત: સરકારે એલઆઈસી એજન્ટો માટે ટર્મ ઈન્સ્યોરન્સનું કવર વધારવાની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત તેની રેન્જ 3000-10,000 રૂપિયાથી વધારીને 25,000-1,50,000 રૂપિયા કરવામાં આવી છે. આ સાથે સરકારે એલઆઈસી સાથે એજન્ટ તરીકે કામ કરતા લોકોના પરિવારોને નાણાકીય સુરક્ષાની ખાતરી આપવાનું કામ કર્યું છે.

ચોથી જાહેરાતઃ એલઆઈસી કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેતા સરકારે એલઆઈસીના કર્મચારીઓને 30 ટકાના સમાન દરે ફેમિલી પેન્શનનો લાભ આપવાની જાહેરાત કરી છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કલ્યાણકારી પગલાં LIC એજન્ટો અને કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે અને તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરશે.

આ પણ વાંચો: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકોને આંચકો, PF વ્યાજમાં થઈ શકે છે ઘટાડો!

Back to top button