ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શિક્ષણમંત્રીના હસ્તે સૃજન પ્રોગ્રામ હેઠળ 24 શૈક્ષણિક સંસ્થાઓને 13 કરોડની ગ્રાન્ટ એનાયત કરાઇ

Text To Speech
  • શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગ્રાન્ટ એનાયત કરાઈ
  • 24 શૈક્ષણિક સંસ્થાઓને 13 કરોડની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આઇ-હબ  ખાતે સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ હેઠળ 150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત 24 શૈક્ષણિક સંસ્થાઓને 13 કરોડની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રોગ્રામ હેઠળ 150 પસંદ કરવામાં આવેલા ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને આઇ-હબ દ્વારા નાણાંકીય સહાયની સાથે ડેડિકેટેડ  મેંટરશિપ, માર્કેટ ઍક્સેસ, માળખાકીય સહાય, નેટવર્કિંગ અને પ્લેટફોર્મ પ્રદાન કરવા સહિત પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે તેમના ઈનોવેશનને પ્રદર્શિત કરવા પણ મદદ પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 2022 થી 2027 સુધી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડના બજેટ સાથે SSIP 2.0 અમલમાં મૂકવામાં આવી છે. છેલ્લાં 3 વર્ષથી ગુજરાત રાજ્ય દેશમાં સ્ટાર્ટ અપ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારને મળતી કેન્દ્રીય ગ્રાન્ટમાં ઘટાડો, આંકડો જાણી રહેશો દંગ

Back to top button