ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશાની સરકારી હોસ્પિટલમાં છેલ્લાં 18 દિવસમાં 13 બાળકોનાં મોત, યોગ્ય સમયે ઓક્સિજન ન મળ્યું હોવાનો પરિવારનો આરોપ

Text To Speech

ઓડિશામાં એક સરકારી હોસ્પિટલમાં 18 દિવસમાં 13 બાળકનાં મોતનો મામલો સામે આવ્યો છે. મામલો રાજ્યના ક્યોંઝર જિલ્લાનો છે, જ્યાં મૃતક બાળકોના સંબંધીઓએ હોસ્પિટલ તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે ડોક્ટરો અને નર્સની બેદરકારીને કારણે બાળકોનાં મોત થયાં છે.

122 બાળકો છે હોસ્પિટલમાં દાખલ
ક્યોંઝરના એડિશનલ જિલ્લા ચિકિત્સા અધિકારી કિશોર પ્રુસ્ટીએ જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે છેલ્લાં 18 દિવસમાં 13 બાળકોના મોત થયા છે. 18 સપ્ટેમ્બર સુધી 122 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાળકોને સમયસર ઓક્સિજન ન અપાયોઃ પીડિત પરિવાર
પીડિત પરિવારોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં બાળકોને સમયસર ઓક્સિજન આપવામાં આવ્યો નહોતો, જેને કારણે અનેક બાળકોનાં મોત થયાં હતાં. આ પછી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અને આરોગ્ય અધિકારીઓ લોકોને શાંત પાડ્યા હતા.

Orissa hospital
પીડિત પરિવારોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં બાળકોને સમયસર ઓક્સિજન આપવામાં આવ્યો નહોતો, જેને કારણે અનેક બાળકોનાં મોત થયાં હતાં.

મિથુન નાયકે આરોપ લગાવ્યો હતો કે મારા નાના ભાઈના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરો અને નર્સોની બેદરકારીને કારણે તેઓ મૃત્યુ પામ્યો છે. પીડિત પરિવારનો આરોપ છે કે બાળકને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું, પણ સમયસર ઓક્સિજન ન મળવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. ઇમર્જન્સીના કિસ્સામાં ડૉક્ટર અને નર્સ હંમેશાં ઉપલબ્ધ હોવા જોઈએ, પરંતુ તેઓ શનિવારે રાત્રે હાજર નહોતા. પરિવારનું કહેવું છે કે ડોકટરોએ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટની મુલાકાત લીધી નહોતી, જ્યાં ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર ચાલી રહી હતી અને એને કારણે તેમનાં મોત થયાં હતાં.

લોકોએ તબીબી સ્ટાફ સામે કાર્યવાહીની માંગ કરી
ક્યોંઝર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ડોકટરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકોના મોત થયા છે. આરોગ્ય મંત્રીએ મીડિયાને કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.આપણે બાળકોના મૃત્યુના કારણો શોધવા જોઈએ. મેં ક્યોંઝર જિલ્લાના અધિકારીઓને ઘટના બાબતે તપાસકરવા જણાવ્યું છે.

Orissa hospital
ક્યોંઝર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ડોકટરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકોના મોત થયા છે.

સરકારે આપ્યા તપાસના આદેશ
આ તરફ ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી એનકે દાસે આ મામલે રિપોર્ટ માગ્યો છે. મંત્રીએ તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવતાં કહ્યું હતું કે બાળકોનું મોત કેવી રીતે થયું એની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું- મેં કેઓંઝર જિલ્લાના અધિકારીઓને ઘટના પાછળનું કારણ જાણવા કહ્યું છે.

Back to top button