બનાસકાંઠા : ડીસા તાલુકાના ભીલડી ખાતે 125 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ મેળવી
- શ્રી જ્ઞાનરક્ષીત મહારાજ સાહેબ એ પ્રાકૃતિક ખેતી સાથે વ્યસન છોડવા અનુરોધ કર્યો
બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ હતી. જેમાં અંદાજે ૧૨૫ ખેડૂત ભાઈઓ હાજર રહીને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેની તાલીમ મેળવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અંગે રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહી છે. જે અંતર્ગત રાજ્યમાં દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ આપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખુલ્લે તે માટે અનેક વ્રીત આયોજન કરવામા આવી રહ્યા છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકામા આદર્શ હાઈસ્કુલ, ભીલડી ખાતે જૈન સમાજના શ્રી જ્ઞાનરક્ષીત મહારાજ સાહેબ તેમજ જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેકટર (આત્મા) એચ.જે ઝીન્દલ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી જ્ઞાનરક્ષીત મહારાજ સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા તેમજ સાથે વ્યસન છોડવા માટે લોકોને અનુરોધ કરાયો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં આપ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે આવેદનપત્ર