ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડીસા તાલુકા માટે ખુશીના સમાચાર: જાણો શા માટે ડીસાના લોકો કરી શકશે હવે સસ્તામાં ખરીદી!

ડીસામાં ડી-માર્ટ (D-Mart): પાલનપુર પછી ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી થવા જઈ રહી છે. તેથી આગામી સમયમાં ડીસા અને આસપાસના લોકો ડી-માર્ટમાંથી કરિયાણા સહિતની ચીજ-વસ્તુઓની સસ્તામાં ખરીદી શકશે. તેવામાં આજે આપણે ડીસામાં બિઝનેસ કરવાની તકો સહિત શહેરના વિકાસ અંગે ચર્ચા કરીશું. જેવી રીતે પાલનપુરમાં બિઝનેસ કરવાની તકો ઉભી થઈ છે, તેવી જ રીતે જાણિતી કંપનીઓ ડીસા ઉપર પોતાની પસંદગી ઉતારી રહી છે. કંપનીઓ પોતાના આઉટલેટ ઉભા કરવામાં રસ ધરાવી રહી છે. આ વચ્ચે ડીસાના એક બિઝનેસમેનની કોશિશોથી ડી-માર્ટની એન્ટ્રી શહેરમાં થવા જઈ રહી છે. જે ડીસાવાસીઓ માટે આનંદના સમાચાર છે.

ઉલ્લેખનિય છે કે, ડીસા પહેલા પાલનપુરમાં ડી-માર્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. પાલનપુરવાસીઓ અને આસપાસના ગામડાઓના લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ડી-માર્ટની હાજરી ડીસા માટે ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ડીસા તાલુકામાં 124 ગામડાઓ આવેલા છે. તેમાંથી કેટલાક ગ્રામીણ લોકોને ખરીદી કરવા માટે પાલનપુર પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ હવે તેમની સમસ્યાનું નિરાકરણ થઇ ગયું છે.  તેઓ થોડા જ સમયમાં ડીસામાં બની રહેલા ડી-માર્ટમાંથી સસ્તામાં ખરીદી કરી શકશે. તો ડીસાના રહેવાસીઓ માટે તો મામાનું ઘર અને માં પીરસનાર જેવી સુખદ બાબત છે.

બનાસકાંઠાના કેટલાક શહેરો પ્રતિદિવસ એક નવું રૂપ ધારણ કરી રહ્યાં છે. પાલનપુરે તો વિકાસની એવી હરણફાળ ભરી છે કે મહેસાણા જેવા શહેરોને પણ પાછળ રાખી દીધા છે. તેવામાં હવે ડીસા પણ વિકાસના નવા આયામોને હાંસલ કરી રહ્યું છે. ડિ-માર્ટની હાજરી સાથે જ ડીસા પોતાની સરહદોને વિસ્તારી રહ્યું છે. વર્ષોના પોતાના સદ્ધર ઇતિહાસને સાચવીને બેસેલા ડીસાએ સમાયાંતરે પરિવર્તનને ગળે લગાવ્યું છે. આ પરિવર્તન પાછળ ડીસાના મહેનતુ જનતા અને બિઝનેસમેનોનો મોટો ફાળો છે. ડીસા પાલનપુર તરફના વિસ્તારમાં ઝડપી વિકાસ કરી રહ્યું છે. ડી-માર્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો-સોનાના વધેલા ભાવ છતા ભગવાનને ગોલ્ડના કસ્ટમાઇઝ્ડ આભૂષણોનું દાન

ડીસામાં ડી-માર્ટ આવવાનો સીધો અર્થ વિકાસને વેગવંતુ બનવાનો છે. આગામી દિવસોમાં ડીસાવાસીઓ સહિત તેના આસપાસના વિસ્તારના લોકોને પાલનપુર જેવા મોટા શહેરોની નિર્ભરતા ઓછી થઇ જશે. નેશનલ કંપનીઓના સ્ટોર અને આઉટલેટની એન્ટ્રીથી જમીનના ભાવ વધવાથી લઈને ડીસા તાલુકાના 124થી વધારે ગામડાના લોકો માટે નાના-મોટા ધંધા અને નોકરીઓની તકોનું સર્જન થશે. જેનાથી વિકાસને વેગ મળશે. ડી-માર્ટ જેવા મસમોટા સ્ટોરની ડીસામાં એન્ટ્રી નાનીસૂની વાત નથી. જીવનને સરળ બનાવવાની સુવિધાઓ ઉભી થવા સહિત અનેક સકારાત્મક અસરો થશે. ડી-માર્ટની આસપાસ પણ અનેક લોકોને રોજગાર ધંધો કરવાની તકો પણ ઉભી થશે.

એક ઉદ્યોગપતિના અથાગ પ્રયત્નોના કારણે ડીસામાં ડી-માર્ટ આવવાનો પાયો નંખાઇ ગયો છે. પોતાના વતનના વિકાસ માટે બિઝનેસમેને ડી-માર્ટ લાવવા વ્યક્તિગત કોશિશો કરીને એક નવો દાખલો બેસાડ્યો છે. ડી-માર્ટની એન્ટ્રી સાથે જ ડીસાના વિકાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઇ ગઇ છે. આગામી દિવસોમાં અન્ય નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓની એન્ટ્રી ડીસાના વિકાસમાં ચાર ચાંદ લાગી શકે છે. એક દૂરદ્રષ્ટિ પ્રમાણે જોઇએ તો ડીસા એક નવું આર્થિક શહેર તરીકે પોતાને તૈયાર કરી રહ્યું છે.

પાલનપુર નજીક હોવાના કારણે એક સમયે ડીસાનો વિકાસ રૂંધાયો હતો. અમદાવાદ-રાજસ્થાન સહિતના રોડલાઈન અને ટ્રેન લાઈનના કારણે પાલનપુરે ખુબ જ ઝડપી વિકાસ હાંસલ કરી લીધું હતું. તે છતાં પાલનપુરની અસરમાંથી મુક્ત થઇને ડીસાએ પોતાના વિકાસને એક અલગ જ દિશા આપી છે. પાલનપુરના તેજ વિકાસ વચ્ચે પણ ડીસાને આગવી ઓળખ અપાવવા માટે ખેડૂતો અને વ્યાપારીઓની ખુબ જ મોટી ભૂમિકા રહેલી છે.

ડી-માર્ટને ડીસામાં લાવવા અનેક લોકોની રહેલી છે મહેનત

ડી-માર્ટની પરવાનંગી તેમજ કમ્પલાયસ સહિત અન્ય લાંબી કામગીરીમાં અનેક લોકોની મહેનત રહેલી છે. જેમાં ભરત ભાઈ ગોસ્વામી, માનવભાઈ પઢીયાર, શૈલેષભાઈ ગૌસ્વામી, અનિરૂદ્ધભાઈ પઢીયાર, જિજ્ઞેશભાઈ, પુખરાજભાઈ, કૈયુરભાઈ, અને હરેશભાઈએ આશરે એક વર્ષ સુધી મહેનત કરીને ડીસાની પ્રગતિને સુનિશ્ચિત કરી છે. આ તમામ લોકોએ ડીસામાં ડી-માર્ટને લગતા નિયમ અને માપદંડો અનુસાર પ્લેટફોર્મ તૈયાર કરવા સહિત, દસ્તાવેજ, ડોક્યુમેન્ટ વગેરેની તૈયારીઓમાં આશરે એક વર્ષ સુધીની અથાગ મહેનત લાગેલી છે.

ડી-માર્ટને શરૂ કરવા માટે શહેરથી નજીકના વિસ્તારમાં જમીનની પસંદગી સહિતના અનેક પડકારો રહેલા હતા. નાના-મોટા તમામ પ્રકારના પડકારોને પૂર્ણ કરવા માટે ઉપરોક્ત ટીમે પેપરવર્ક સહિતની અસંખ્ય કામગીરી કરી છે. સતત એક વર્ષની મહેનતના અંતે ડી-માર્ટની ડીસામાં પાયો નંખાઇ ગયો છે. તેવામાં આ તમામ લોકોને ડીસાની જનતા જનાર્દને આશીર્વાદ આપવા રહ્યાં.

હવે જ્યારે ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી સુનિશ્ચિત થઇ જ ગઇ છે તો જણાવી દઈએ કે, આગામી સમયમાં ગૃહિણીઓ હજારો રૂપિયાની વાર્ષિક બચત કરી શકશે. ઉલ્લેખનિય છે કે, દેશભરમાં ડી-માર્ટ દ્વારા કરિયાણા સહિતનું સામાન એકદમ સસ્તામાં વેચાણ કરવામાં આવે છે. ડી-માર્ટના દેશભરમાં અનેક આઉટલેટ છે. ડી-માર્ટ વચેટીયાઓને દૂર કરીને સીધો મોટી-મોટી કંપનીઓને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે, જે કારણે તેને સામાન સસ્તો પડે છે. આ પૉલીસીના કારણે માર્કેટના એમઆરપી રેટ કરતાં પણ ઓછી કિંમતે ડી-માર્ટ સામાનનું વેચાણ કરી શકે છે. હવે ડીસાના રહેવાસીઓ એક જ છત નીચે તેમની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ એકદમ ઓછા ભાવે ખરીદી કરી શકશે.

રાધાક્રિષન દમાણીજી મેગા મોલ ચેઇન D-Martના ફાઉન્ટડર છે. આજે ભારતની સૌથી મોટી રિટેલ ચેઇન છે જેના આપણા દેશમાં જ 330 કરતા વધુ મોલ્સ શહેરોમાં ખુલી ચૂક્યા છે.

 

આ પણ વાંચો-દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી, 52 ટ્રેક્ટર લઈને ઠગબાજો થઈ ગયા હતા ફરાર

Back to top button