ગુજરાતમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કે એન્જસીઓમાં ફરજ બજાવી રહેલા 120 પોલીસ ઇન્સ્પેકટરોને સરકારે પ્રમોશન આપીને તેમને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી બનાવવાનો નિર્ણય કર્યો છે. પીઆઇથી ડીવાયએસપીને પ્રમોશન માટે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી. આખરે હવે ફાઈનલ લિસ્ટ તૈયાર કરી નાખવામાં આવ્યું છે.
જુઓ સમગ્ર લિસ્ટ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ છેલ્લા કેટલાય સમયથી અપેક્ષિત એવા પી.આઈ. ટુ ડી.વાય. એસ.પી.ના પ્રમોશનને લઈને ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા રાજયના 12 પોલીસ ઈન્સપેકટરોને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આજે હમ દેખેંગે ન્યુઝ આ સમગ્ર લિસ્ટ સૌ પ્રથમ તમારી સામે જાહેર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ પ્રમોશન મેળવનારા પોલીસ ઈન્સપેકટરોમાં મોટાભાગના અધિકારીઓમાં અમદાવાદ, સુરત અને વડોદરા તથા રાજકોટમાં હાલમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે તો સાથે સાથે રાજ્યના અનેક જિલ્લા અને ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.