એજ્યુકેશનટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

ભારતીય મૂળના 12 વર્ષના બૃહતે અમેરિકામાં સ્પેલિંગની સૌથી મુશ્કેલ સ્પર્ધા જીતી લીધી

Text To Speech
  • 30માંથી 29 શબ્દોના સાચા સ્પેલિંગ બોલીને 50,000 ડૉલરનું ઈનામ જીતી લીધું

વૉશિંગ્ટન ડીસી, 31 મેઃ અમેરિકામાં ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ સ્પેલિંગની સૌથી મુશ્કેલ ગણાતી સ્પર્ધા જીતી લીધી છે. આ રીતે ભારતીય મૂળના વિદ્યાર્થીઓએ અમેરિકામાં સ્પેલિંગની સ્પર્ધા જીતવાનું સાતત્ય વર્ષોથી જાળવી રાખ્યું છે.

ફ્લોરિડાની એક સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના બૃહત સોમે આ સ્પેલિંગ સ્પર્ધા એક ટાઈબ્રેકરમાં જીતી હતી. “સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી” સ્પર્ધા જીતવા માટે બૃહદ સોમે 29 શબ્દોના સ્પેલિંગ સાચી રીતે બોલી બતાવ્યા હતા. આ સ્પર્ધા જીતવા સાથે બૃહદને 50,000 ડૉલર (આશરે 41,64,872 રૂપિયા) ઉપરાંત અન્ય ઈનામો મળ્યાં છે.

બૃહત કેવી રીતે જીત્યો?

આ વર્ષની સ્પર્ધા ટાઈબ્રેકર સુધી પહોંચી હતી, જ્યાં બે સ્પર્ધક વચ્ચે ભારે રસાકસી ચાલી હતી. જોકે, અંતે 29 શબ્દોના સાચા સ્પેલિંગ માત્ર 90 સેકન્ડમાં બોલીને બૃહત જીતી ગયો હતો. ચેમ્પિયનશિપ જીતવા માટે ટાઈબ્રેકર શબ્દ એબ્સિલ હતો જેનું સચોટ વર્ણન કરીને ભારતીય મૂળના આ 12 વર્ષનો વિદ્યાર્થી જીતી ગયો હતો. તેની સ્પર્ધા ફૈજન સાથે હતી જેણે ઝડપથી 25 શબ્દોના સ્પેલિંગ બોલી દીધા હતા, પરંતુ તેમાં ચાર શબ્દ ખોટા પડતા તે જીતી શક્યો નહોતો.

સ્પર્ધા પૂરી થયા બાદ આયોજકોએ જણાવ્યું કે, “બૃહત સોમ શબ્દો ઉપર અદ્દભૂત પકડ ધરાવે છે. તે 2024ની સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ચેમ્પિયન છે. અસાધારણ યાદશક્તિ ધરાવતો આ બાળક છે. એક પણ શબ્દ ચૂક્યો નથી અને હવે સ્ક્રિપ્સ કપ મેળવે છે.” આયોજકોએ વધુમાં જણાવ્યું કે, “બૃહત સોમે 30 માંથી 29 શબ્દના સાચા સ્પેલિંગ બતાવ્યા છે અને આ ચેમ્પિયનશિપનો પુરસ્કાર હાંસલ કર્યો છે. આ સાથે તેણે 2022માં હરિની લોગન દ્વારા બનાવવામાં આવેલો રેકોર્ડ તોડી કાઢ્યો છે.”

આ પણ વાંચોઃ 300 વર્ષ પહેલાં ભારતના અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવનાર મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર

Back to top button