રેલવે દ્વારા 12 ટ્રેનો રદ કરવામાં આવી, તો ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરવામાં આવી
- શિયાળો અને નાતાલને પગલે ભારતીય રેલવે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો
- રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે 20 ડિસેમ્બરની વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ
નવી દિલ્હી, 13 ડિસેમ્બર : જો તમે શિયાળામાં અથવા તો ક્રિસમસ વેકેશનમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. ભારતીય રેલ્વેએ 12 ટ્રેનો રદ કરી છે. આવી સ્થિતિમાં, ટ્રેન ટિકિટ બુક કરાવતા પહેલા, તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે રેલવે દ્વારા કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેથી તમને પાછળથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
હકીકતમાં, પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના રતલામ ડાઉન યાર્ડ A કેબિન સાથે પ્લેટફોર્મ નંબર 7 જોડાયેલું છે. જેના કારણે આ માર્ગ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વધુ મુશ્કેલીથી બચવા માટે કેટલીક ટ્રેનોને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. આ પ્રસ્તાવિત બ્લોકને કારણે 20 ડિસેમ્બરના રોજ ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ (Cancel) રહેશે.
- કઈ-કઈ ટ્રેનોને રદ કરવામાં આવી
- 19 ડિસેમ્બરના રોજ ઇન્દોરથી ચાલતી ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.
- 20 ડિસેમ્બરના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.
- ટ્રેન નંબર 19820 કોટા-વડોદરા એક્સપ્રેસ 19થી 25 ડિસેમ્બર અને ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ 20થી 26 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવી છે.
- 20થી 25 ડિસેમ્બર સુધી રતલામથી કોટા ટ્રેન નંબર 19104 અને કોટાથી રતલામ ટ્રેન રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 09546 નાગદા રતલામ પેસેન્જર અને ટ્રેન નંબર 09545 રતલામ નાગદા પેસેન્જર 20 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2023 સુધી રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 09358 રતલામ દાહોદ પેસેન્જર અને દાહોદથી રતલામ જતી ટ્રેન નંબર 09357 પણ રદ રહેશે.
- ટ્રેન નંબર 20936 અને 20935 સુપરફાસ્ટ એક્સપ્રેસ ઈન્દોરથી ગાંધીધામ અને ગાંધીધામથી ઈન્દોર 24 અને 25 ડિસેમ્બરે રદ રહેશે.
- ટ્રેન નંબર 19340 ભોપાલ દાહોદ એક્સપ્રેસ નાગદા સુધી ચાલશે અને નાગદા અને દાહોદ વચ્ચે 19 થી 25 ડિસેમ્બર સુધી રદ રહેશે.
- 20થી 25 ડિસેમ્બર સુધી દાહોદથી ચાલતી ટ્રેન નંબર 19339 નાગદાથી દોડશે અને દાહોદ અને નાગદા વચ્ચે રદ રહેશે.
- કઈ-કઈ ટ્રેનોના રૂટનું ડાયવર્ઝન કરવામાં આવ્યું ?
- ટ્રેન નંબર 19667 ઉદયપુર સિટી મૈસુર વીકલી એક્સપ્રેસને 18 ડિસેમ્બર 2023ના રોજ ડાયવર્ટ કરવામાં આવી છે. ઉદયપુરથી ચાલતી ટ્રેન હિંમતનગર-અસારવા-અમદાવાદ-વડોદરા થઈને જશે.
- ઉદયપુર સિટી મૈસુર વીકલી એક્સપ્રેસની ડાઉન ટ્રેન નંબર 19668 વડોદરા-અમદાવાદ-અસારવા-હિંમતનગર થઈને દોડશે.
- ઉદયપુર સિટી બાંદ્રા ટર્મિનસ ટ્રાઇ વીકલી એક્સપ્રેસ ટ્રેન 22901 બાંદ્રા ટર્મિનસથી 19, 21 અને 23 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ઉસખવા-હિંમતનગર થઈને વડોદરા પહોંચશે.
- જ્યારે 20, 22 અને 24 ડિસેમ્બરે ઉદયપુર સિટી બાંદ્રા ટર્મિનસ ટ્રાઇ વીકલી એક્સપ્રેસ ડાઉન ટ્રેન નંબર 22902 ઉદયપુર સિટી-હિંમતનગર-અસારવા-અમદાવાદ થઈને દોડશે.
- બીજી તરફ, અજમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રાઇ વીકલી ડાઉન ટ્રેન નંબર 12995નો રૂટ પણ 19, 21 અને 23 ડિસેમ્બરે બદલવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અજમેર થઈને વડોદરા પહોંચશે.
- 21 ડિસેમ્બરે યશવંતથી જયપુર જતી ટ્રેન નંબર 82653નો રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર થઈને દોડશે.
- 23મી ડિસેમ્બરે જયપુરથી ચાલતી ટ્રેન નંબર 82654 જયપુર અને યશવંત વીકલી એક્સપ્રેસ અજમેર-પનલપુર-અમદાવાદ-વડોદરા થઈને દોડશે.
રેલયાત્રી ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.
આ પણ જુઓ :ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં આ વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો