ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર, 12 કિલો અફઘાની ચરસ મળ્યું

Text To Speech
  • કોડીનારના દરિયાકાંઠેથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળ્યુ
  • એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે આવ્યું
  • સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી પેકેટની ચકાસણી કરી

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બન્યો હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે ફરી 12 કિલો અફઘાની ચરસ મળ્યું છે. જેમાં કોડીનારના દરિયાકાંઠેથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળ્યુ છે. તેમજ બે દિવસ પહેલા સોમનાથના કાંઠેથી બિનવારસી ચરસ મળ્યું હતુ. એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલુ કાંઠે ચડી આવ્યુ હતું.

આ પણ વાંચો: અમદાવાદ: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી

એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે આવ્યું

આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના રૂ.6 કરોડના 10 જેટલા પેકેટ મળી આવતા આ પેકેટો કબજે કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ કરી હતી.

સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી પેકેટની ચકાસણી કરી

આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી પેકેટની ચકાસણી કરી હતી.આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ.ઓ.જી. પીઆઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવાને જાણ કરતા તેઓ છારાના દરિયા કાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબ્જો લઈ ફરિયાદ દાખલ કરી હતી. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ્.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી બાદ એફ્.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફ્ઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

Back to top button