બનાસકાંઠા : આધુનિક ટેકનોલોજીથી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના ૧૨ ખેડૂતોને સરકાર દ્વારા કરાયા સન્માનિત
- કુલ ₹ ૧,૯૦, ૦૦૦ /- ની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવી
બનાસકાંઠા 01 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સહીત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જેઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં આ વખતે રાજ્ય કક્ષાએ ૧ (એક) જીલ્લા કક્ષાએ ૨ (બે) અને તાલુકા કક્ષાએ ૯ (નવ) ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા બદલ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ૫૦ હજાર, જીલ્લા કક્ષાએ ૨૫ હજાર અને તાલુકા કક્ષાએ ૧૦ હજાર મળી કુલ ₹ ૧,૯૦, ૦૦૦ /- ની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવી છે.
પુરસ્કાર માટે તાલુકા અને જીલ્લા કક્ષાએ એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં ખેડૂતોની આધુનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની પ્રસંદગી કરે છે. ત્યારબાદ જીલ્લા કક્ષાની ટીમ દ્વારા ખેડૂતોની યાદી બનાવી કૃષિ યુનિવસીટીને મોકલી આપવામાં આવે છે , જેઓ પસંદગી કરી રાજ્ય અને જીલ્લા કક્ષાના પુરસ્કાર માટે નામ ગાંધીનગર ખાતે મોકલી આપે છે અને તાલુકા કક્ષા માટે આત્મા ગવર્નિંગ બોર્ડ ની ભલામણથી ખેડૂતોની પ્રસંદગી કરવામાં આવે છે. જેમાં જિલ્લાના ૧૨ ખેડૂતોની પસંદગી કરી તેમને રોકડ પુરસ્કાર મળતાં અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી છે.
બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ મેળવનાર ખેડૂતો
રાજ્યકક્ષાએ વડગામ તાલુકાના ડાલવાણાના કાંતિભાઈ કુબેરભાઈ પરમાર અને જિલ્લા કક્ષાએ પથમડાના રામજીભાઈ વિહાભાઈ પટેલ, અને લાખણીના રમેશભાઈ કાળાભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાએ એવોર્ડ મેળવનાર ખેડૂતો
૧.ચૌધરી સામજીભાઈ મેઘજીભાઈ
ગામ:-રામપુરા
તાલુકા:-થરાદ
કક્ષા:-તાલુકા
વિષય:-પ્રાકૃતિક ખેતી
૨.સુથાર મયુરભાઈ મેવાભાઇ
ગામ:-ઉંડાઈ
તાલુકો:-ભાભર
કક્ષા:-તાલુકા
વિષય:-પ્રાકૃતિક કૃષિ અને બાગાયતી પાકો
૩.પટેલ રામજીભાઈ ગણેશભાઈ
ગામ:-સલીમગઢ
તાલુકો:-કાંકરેજ
કક્ષા:-તાલુકા
વિષય:-સજીવ ખેતી
૪.પીલીયાતર પેથાભાઈ પરબતભાઈ
ગામ:-ઝાલમોર
તાલુકો:-કાંકરેજ
કક્ષા:-તાલુકા
વિષય:-પ્રાકૃતિક ખેતી અને પિયત હેઠળના પાકો
૫.ઠાકોર અરજણભાઈ ધારાજી
ગામ:-અમીરગઢ
તાલુકો:-અમીરગઢ
કક્ષા:-તાલુકા
વિષય:-પશુપાલન
૬.ડુંગાઈસા નવાભાઇ ધુળાભાઈ
ગામ:-ઉપલોબંધ
તાલુકો:-અમીરગઢ
કક્ષા:-તાલુકા
વિષય:-શાકભાજી ખેતી
૭.દામા રામાભાઈ અનાભાઇ
ગામ:-છોટા બામોદરા
તાલુકો:-દાંતા
કક્ષા:-તાલુકા
વિષય:-ગ્રીન હાઉસમાં ખેતી
૮.પટેલ દેવાભાઈ મહાદેવાભાઈ
ગામ:-થાવર
તાલુકો:-ધાનેરા
કક્ષા:-તાલુકા
વિષય:-મરચાં
૯.માળી કરશનજી જેઠાજી
ગામ:-નાંદોત્રા (બ્રા.વાસ)
તાલુકો:-દાંતીવાડા
કક્ષા:-તાલુકા
વિષય:-શાકભાજી ખેતી
આ પણ વાંચો : બનાસકાંઠા : બાયપાસ રોડના મુદ્દે પાલનપુરના એગોલા ગામે ખેડૂતો આકરા પાણીએ