અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસમધ્ય ગુજરાત

અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં શરૂ થશે 12 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ સ્ટેશનો

Text To Speech

દેશમાં ધીરે-ઘીરે હવે પેટ્રોલ-ડિઝલના પરના વાહનો ઓછા કરીને સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ઈલેક્ટ્રિક વ્હિકલ માટેના ચાર્જીંગ સ્ટેશનો હવે શરું થવા જઈ રહ્યા છે.

12 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ સ્ટેશનો શરૂ થશે

મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 12 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ સ્ટેશનો શરૂ થશે, હાઈ પાવર ઈલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પર 30થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જીંગ થશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ 24 સ્થળો પર ચાર્જીંગ સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડયા હતા. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ હેઠળ આ કામગીરીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઈલેક્ટ્રિક ટુ વ્હિલરનું થયુ વેચાણ

એક અંદાજ પ્રમાણે અત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઈલેક્ટ્રિક ટુ વ્હિલર, 1200 ફોર વ્હિલર અને 5 હજાર જેટલા થ્રી વ્હિલરનું વેચાણ થયું છે. ચાર્જીંગ સ્ટેશનો પર લોકોને વધુ રાહ જોવી ન પડે તે માટે એપ્લિકેશન મારફત સ્લોટ બુક કરવાની સુવિધા પણ પૂરી પડાશે, અત્યારે ઈવી ચાર્જીંગ સ્ટેશનો શરૂ કરનારા સ્થાનોમાં ઈન્કમ ટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદ નગર, મોટેરા, નરોડા, બાપુનગર, ચાંદખેડા અને નિકોલ સામેલ છે.

કાર્બન ઉત્સર્જન ઘટે અને પર્યાવરણને અનુકુળ પરિવહન તરફ આગળ વધાય તે માટેનું લક્ષ્ય ધરાવે કેન્દ્ર અને રાજ્ય સરકાર ધરાવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંને ઈલેક્ટ્રિક વાહન રસ્તા પર વધુ ધમધમતા થાય તેવી નેમ ધરાવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવી રહ્યુ છે બિપોરજોય વાવાઝોડું

 

Back to top button