અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડના ચારેય આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Text To Speech

રાજકોટ, 31 મે 2024, TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના 12 દિવસ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ચારેય આરોપીઓને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી
રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. મેં પહેલા દિવસે કીધું હતું કે આ ઘટનામાં તંત્ર જવાબદાર છે. આ અધિકારી એકને એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓને કાયદાનું જ્ઞાન છે. આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. 14 દિવસ કામ કરે તો પણ દિવસ ઓછા પડે માટે 14 દિવસના રિમાન્ડ મંજુર કરવા મારી વિનંતી છે. તમામ ચારેય આરોપીઓને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી. જેમાં મનસુખ સાગઠીયા, મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય જણા ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે.

જે પણ દલિલો મુકવામાં આવી તે કોર્ટને યોગ્ય લાગી
સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણીએ જણાવ્યું કે, અમારા દ્વારા આજે જજ સમક્ષ જે પણ દલિલો મુકવામાં આવી તે કોર્ટને યોગ્ય લાગી અને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લોકો સામે ઇલિગલ ઓમિશનનો કેસ બને છે, એટલે કે મુળ ફરિયાદ કે જેમા 6 આરોપીઓ છે તેમા આમના નામ પણ જોડવામાં આવશે. ફરિયાદમાં જે કલમો છે એમા IPC કલમ 36નો ઉમેરો કરાશે. વધુમાં જણાવ્યું કે, ચાર સપ્ટેમ્બર 2023 ના રોજ પણ વેલ્ડિંગના કારણે આગ લાગી હતી. આમાનો એક ફાયર ઓફિસર સ્થળ પર પહોંચ્યો હતો તો પણ એણે ફાયર ઓનઓસી માગી નહોતી.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડમાં ક્ષત્રિયો મેદાનેઃ કહ્યું, હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં SITની રચના કરો

Back to top button