- 2019માં ડ્રગ્સનો વેપાર કરનારા 305 આરોપીઓની ધરપકડ
- 2021માં ડ્રગ્સનું વેચાણ કરતા 479 આરોપી પકડાયા
- છેલ્લા દોઢ વર્ષમાં 5300 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડયો
ગુજરાતમાં ડ્રગ્સની બદી ફૂલી ફાલી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં વેપાર માટે પોતાની પાસે ડ્રગ્સ રાખનારા 1,127 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે પોતાના ઉપયોગ માટે ડ્રગ્સ સાથે પકડાયા હોય તેવા 429 કેસ કરવામાં આવ્યા છે. ડ્રગ્સના કેસમાં વર્ષ 2019થી 2021 એમ ત્રણ વર્ષના આ આંકડા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી
2019માં ડ્રગ્સનો વેપાર કરનારા 305 આરોપીઓની ધરપકડ
વર્ષ 2019માં ડ્રગ્સનો વેપાર કરનારા 305 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, એ પછીના વર્ષ 2020માં 343 અને 2021માં 479 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એ જ રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ડ્રગ્સ રાખવાના વર્ષ 2019માં 112, 2020માં 117 અને 2021મમાં 200 કેસ દાખલ કરાયા છે. બીજી તરફ યુવાનોને મુખ્ય ધારામાં લાવવા માટે નશા મુક્તિ કેન્દ્ર ચલાવાય છે, તેમાં ત્રણ વર્ષમાં 6.21 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે, તેમ સરકારી અહેવાલમાં કહેવાયું છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલનુ મેડિકલ બુલેટિન જાહેર
2021માં ડ્રગ્સનું વેચાણ કરતા 479 આરોપી પકડાયા
વર્ષ 2021માં ડ્રગ્સનું વેચાણ કરતા 479 આરોપી પકડાયા છે, આ સરકારી આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે, આરોપીઓને પકડવા માટે તંત્રે ઝુંબેશ ચલાવવાની જરૂર છે. 2021ના અરસામાં દેશભરમાં 50 હજારથી વધુ આરોપી પકડાયા છે. મહત્ત્વનું છે કે, ગુજરાત પોલીસે ફેબ્રુઆરી 2023 સુધીના અરસામાં છેલ્લા દોઢ વર્ષમાં 5300 કરોડથી વધુની કિંમતનો એક હજાર કિલો ડ્રગ્સનો જથ્થો પકડયો છે. નેશનલ એજન્સીઓએ ડ્રગ્સ પકડયો હોય તેવા આંકડા આમાં સામેલ નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ
117 પુરુષ અને 10 મહિલા એમ કુલ 127 વ્યક્તિને જીવન ટૂંકાવ્યું
ગુજરાતમાં વર્ષ 2021માં ડ્રગ્સ અને દારૂની લતના કારણે 117 પુરુષ અને 10 મહિલા એમ કુલ 127 વ્યક્તિને જીવન ટૂંકાવ્યું છે. વર્ષ 2020માં ગુજરાતમાં આ લતના કારણે 77 લોકોએ આત્મહત્યા કરી હતી, આમ છેલ્લા એક વર્ષની સરખામણીએ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની લતના કારણે આત્મહત્યાના પ્રમાણમાં 60 ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો છે.